ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ તથા નિયમો-૨૦૧૩ની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરી
કામગીરી કરવા ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જિલ્લામાં નોંધાયેલ તમામ શાહુકારોને કડક સૂચના
આપવામાં આવી છે.
હાલ ભાવનગર જિલ્લામાં સરકારના ઈ-કો-ઓપરેટીવ પોર્ટલ પર કુલ ૩૦૧ નાણાં ધિરધાર શાહુકારો
નોંધાયેલા છે. અધિનિયમની જોગવાઈ મુજબ તારણવાળા ધિરાણ માટે ૧૨ ટકા અને તારણ વિનાના ધિરાણ
માટે ૧૫ ટકા વ્યાજદર નિયત કરવામાં આવ્યો છે.
અધિનિયમની કલમ-૨૩(૧) મુજબ હિસાબોનું ઓડીટ કરાવવું તથા કલમ-૨૧(૧) મુજબ માસિક અને વાર્ષિક
પત્રકો ઈ-કો-ઓપરેટીવ પોર્ટલ પર ઓનલાઈન રજૂ કરવા ફરજિયાત છે. શાહુકારો દ્વારા આ પત્રકો
ઓનલાઈન રજૂ કરવામાં ન આવતાં તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે.
નિયમ મુજબ રૂ.૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ વૈધાનિક ઓડીટર પાસે તથા રૂ.૫૦
લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ફરજિયાત ઓડીટ
કરાવવાનું રહેશે.
આથી, તા.૩૧/૦૩/૨૦૨૬ના રોજ અંતિત થયેલા વર્ષનું ઓડીટ સત્વરે પૂર્ણ કરાવી તેનો ઓડીટ રિપોર્ટ ઈ-
કો-ઓપરેટીવ પોર્ટલ પર ઓનલાઈન રજૂ કરવા તમામ નોંધાયેલ શાહુકારોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા
સ્પષ્ટપણે જણાવાયું છે.
ભાવનગર જિલ્લાના નોંધાયેલ શાહુકારોને નાણાં ધિરધાર અધિનિયમની જોગવાઈઓનું ચુસ્ત પાલન કરવા જિલ્લા રજીસ્ટ્રારની કડક સૂચના















Recent Comments