ભાવનગર જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં રોજગારી અર્થે શ્રમિકો/કારીગરો/કર્મચારીઓ, દેશ/રાજય/ જિલ્લા
બહારથી મોટી સંખ્યામાં રોજગારી અર્થે ઘરઘાટી, ચોકીદાર, કારખાનામાં,મકાન બાંધકામમાં, પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગમાં,
હિરા ઉદ્યોગમાં, ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં શ્રમિક તરીકે જિલ્લામાં આવે છે જેમાં અમુક ગુન્હાહિત
ઇતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ઘરાવતા ઇસમો હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.
ઉપરાંત, પ્રવર્તમાન સંજોગોને ઘ્યાને લેતા દેશની આંતરિક સુરક્ષા માટે પણ આ બાબત યોગ્ય અને ઇચ્છનીય નથી.
જેથી શ્રમીકોનું નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય તે સુનિશ્ચિત કરવું ખુબ જ જરૂરી જણાતાં તેમજ
ભાવનગર જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતિ જાળવવા સારૂ ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
એન.ડી.ગોવાણીએ મળેલ સત્તાની રૂએ આ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
જાહેરનામાં અનુસાર, (૧)તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ઉધોગો, હીરા ઉધોગ, ખેતી તથા અન્ય
ફેકટરી ઉધોગો, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં
કર્મચારીઓ, કારીગરો, શ્રમિકો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના
કર્મચારીઓ/કારીગરો/શ્રમિકોની હકીકત તૈયાર કરી “પત્રક-એ” ના કોલમની વિગતો પ્રમાણેની માહિતી સંબંધિત
પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની, તારીખથી દિન-૭ માં આપવાની રહેશે. આ શ્રમિકો/ કારીગરોની માહિતીનું
નોંધણી સહિતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને જયારે પણ પોલીસ વિભાગ દ્વારા શ્રમિકો બાબતની માહિતી
ચકાસણી કરવા સારૂ માંગવામાં આવે ત્યારે માહિતી પુરી પાડવાની રહેશે.
પત્રક-એ માં અ.ન.,પેઢીના માલિક/ખેડૂતનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, માલિકના મોબાઇલ નંબર તથા
ધંધા સ્થળના ટેલિવિઝન નં.,કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ભાગીયાનું પુરું નામ, ઓળખ,ચિન્હ હાલનું
સરનામું તથા મોબાઇલ નં.,કર્મચારી કારીગર/શ્રમિક ભાગીયાના મૂળ વતનનું પુરૂં સરનામું તથા વતનના ટેલિફોન
નં.,કર્મચારી કારીગર/શ્રમિક ભાગીયાને નોકરીએ રાખ્યાની તારીખ,કર્મચારી/કારીગર /શ્રમિક ભાગીયા અગાઉ જે
સ્થળે કામ કરતા હોય તે માલિકનું પુરું નામ, સરનામું, ટેલીફોન નં./મોબાઈલ નં.,કર્મચારી/કારીગર/શ્રમિક ભાગીયા
કોના રેફરન્સ/પરીચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પુરું નામ, સરનામું, ટેલીફોન નં./મોબાઈલ
નં.,કર્મચારી કરીગર/શ્રમિક ભાગીયાના બે થી ત્રણ સગા સંબંધિતોના પુરા નામ તથા સરનામા (તેમના વતન
સહિતના) તથા ટેલી ફોન નં./મોબાઇલ નં.,કર્મચારી /કારીગર શ્રમિક/ભાગીયાના ફોટો તેમજ હથીયાર ધરાવતા હોય
તો તેની વિગત નિયત પત્રકમાં દર્શાવવાની રહેશે.
(૨) સ્થાનિક/જિલ્લા બહારના/રાજય બહારના/દેશ બહારના કોઇ પણ વ્યકિતને મિલ્કત જેવી કે, મકાન, દુકાન,
ગોડાઉન, ઔધોગિક એકમો, ઓફીસ, કોલ્ડ સ્ટોરેજો, શેડ ખુલ્લા પ્લોટ વગેરે રહેઠાણ/વ્યાપાર/કોમર્શીયલ હેતુ માટે
ભાડા પટ્ટે આપવામાં આવે ત્યારે મિલ્કત ભાડે અપાવનાર/અપાવનાર સંચાલક/દલાલ અને મિલ્કત માલિક સંબંધિત
પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને ભાડે આપી શકશે નહી, ભાડે આપેલ મિલ્કત અંગે માહિતી સંબંધી
પોલીસ સ્ટેશનમાં “પત્રક-બી” મુજબ દિન-૭ માં આપવાની રહેશે.
પત્રક- બી માં ક્રમ, મિલ્કત માલીકનું નામ તથા રહેઠાણનું સરનામું,જે મિલ્કત ભાડે આપેલ હોય તે મિલ્કતનું નામ
તથા સરનામું, બાંધકામ/જગ્યાની વિગત (ચો.મી),મિલ્કત ભાડે આપ્યાની તારીખ તથા માસિક ભાડું,મિલ્કત ભાડે
રાખનાર વ્યકિતના નામ, સરનામા, ફોન નં., ફોટા, ઓળખકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ વિ.,મિલ્કત
ભાડે રાખનાર મુળ ક્યાના રહેવાસી છે. તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યક્તિના નામ, સરનામા તથા
ફોન નંબર તેમજ મિલ્કત માલિક અને ભાડુઆત તરીકે સંપર્ક કરાવનાર એજન્ટ/દલાલનું નામ સરનામું/ફોન નંબર
દર્શાવવાના રહેશે.
(૩) ઘરઘાટી અંગેની માહિતી “પત્રક-સી” તથા ખેત શ્રમીક/ભાગીયા અંગેની માહિતી “પત્રક-ડી” મુજબ સંબંધીત
પોલીસ સ્ટેશનમાં દિન-૭ માં આપવાની રહેશે.
પત્રક-સી માં ક્રમ,ઘરઘાટી કે ચોકીદાર તરીકે કામ કરનાર શ્રમીક/ચોકીદાર નું નામ તથા રહેણાંકનું સરનામું,જેને કામે
રાખનાર માલીકનું નામ તથા સરનામું તથા મો.નં,કામે રાખ્યાની તારીખ,કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદારનું
ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇ વીંગ લાઇસન્સનો પુરાવો,કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદારનું મુળ ક્યાના રહેવાસી છે તે
વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યકતિના નામ, સરનામા તથા ફોન નંબર તેમજ ઘરઘાટી કે ચોકીદારની
ઓળખાણ આપતા હોય તેવા બે વ્યક્તિઓના નામ સરનામું/ફોન નંબર દર્શાવવાના રહેશે.
પત્રક-ડી માં ક્રમ,ખેત શ્રમીક, ભાગીયા તરીકે કામ કરનારનું નામ તથા રહેઠાણનું સરનામું,ખેડૂતનું નામ તથા સરનામું
તથા મો.નં.,કામે રાખ્યાની તારીખ,કામે રહેનાર ખેત શ્રમીક, ભાગીયાનું ઓળખકાર્ડ /ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો
પુરાવો,કામે રહેનાર ખેત શ્રમીક, ભાગીયાનું મૂળ ક્યાના રહેવાસી છે તે વતનના પુરા સરનામાં તથા વતનની બે
વ્યકતિના નામ, સરનામાં તથા ફોન નંબર તેમજ ખેત શ્રમીક, ભાગીયાની ઓળખાણ આપતા હોય તેવા બે
વ્યક્તિઓના નામ સરનામું/ફોન નંબર રજીસ્ટરમાં દર્શાવવાના રહેશે.
ભાવનગર જિલ્લામાં આવેલ સરકારી કચેરી/અર્ધ સરકારી કચેરી/બોર્ડ/નીગમ/સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ
ઇન એઇડ સંસ્થાના અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલથી નાયબ પોલીસ અધિકારીશ્રી સુધીનો હોદ્દો
ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માટે
અધિકૃત કરવામાં આવ્યાં છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.















Recent Comments