ભાવનગર

ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દિશા કમિટી ની બેઠક મળી

મતિ ડૉ. ભારતીબેન શિયાળ ની અધ્યક્ષતા માં આજ રોજ તા.15/04/21 ના કલેકટર કચેરી માં વિડીયો કોન્ફરન્સ  થી મળી*માન. અઘ્યક્ષશ્રીમતિ ડો. ભારતીબેેન શિયાળના અઘ્યક્ષતામાં યોજાયેલ બેઠક માં જિલ્લા કક્ષાએ ઘારાસભ્ય ઓ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુુખશ્રી,  જિલ્લા મથકના અઘિકારીશ્રીઓ  તેમજ  તાલુકા કક્ષાએ પદાઘિકારીશ્રીઓ  અને અઘિકારીશ્રીઓ એ ભાગ લીઘેલ હતો. ઉકત દિશા બેઠકમાં જિલ્લા મથકની દરેક કચેરીની કામગીરી અંગે સમિક્ષા કરવામાં આવી જેમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રા), મિશન મંગલમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સમગ્ર શિક્ષા અભિયાન, ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, નેશનલ હેલ્થ મિશન,સમાજ કલ્યાણ વિભાગ, પશુપાલન વિભાગ, ખેતીવાડી શાખા, સુજલામ સુફલામ જળ અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાન ભોજન યોજના, ખાણ ખનીજ વિભાગ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ,રોડ રસ્તા તેમજ PGVCL, રેલવે અને  BSNL ને લગતા પ્રશ્નો તેમજ ફાળવેેલ લક્ષાંકો સામે થયેલ કામગીરી અંગે હવે પછી કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. ઉપરાંત પદાઘિકારીશ્રી દવારા મળતી રજુઆત અન્વયે  જિલ્લાની જરૂરીયાત મુુુજબ અગ્રાતાક્રમ આપી દરેેક કચેરી કામગીરી કરે તે અંગે સમિક્ષા કરવામાં આવેલ હતી.

Related Posts