સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેની સાંઈ જ્યોતિ સોસાયટીના બંગલા નંબર ૧૩માં આગ લાગી ગઈ હતી. સોસાયટીમાં બંગલામાં એકાએક ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયા હતાં. જેથી બંગલાના માલિક કંઈ સમજે તે પહેલાં સમગ્ર રૂમની અંદર એકાએક આગએ પલંગ અને ગાંદીને લપેટમાં લઈ લેતા બંગલામાં ધુમાડો પ્રસરી ગયો હતો. જાેતજાેતામાં બંગલાના માળે લાગેલી આગથી રૂમના એસી સહિત તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
સવારે પરિવારના સભ્યો દ્વારા દેવસ્થાનમાં પૂજા કરવામાં આવી હતી. પૂજા કરવા દરમ્યાન જે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.તેને કારણે આગ પ્રસરી હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારના સભ્યએ પૂજા કરીને નીચે જતા રહ્યા બાદ એકાએક જ દેવસ્થાનના દીવાથી આગ પ્રસરી હતી. દીવાની બાજુમાં જ પલંગ ગાદી હોવાથી એકાએક આગે પલંગ અને ગાંદીને સૌપ્રથમ આગની લપેટમાં લઈ લીધી હતી.
આગ લાગતાની સાથે જ સમગ્ર બંગલાની અંદર ધુમાડો વધુ થતાં ઘરના તમામ સભ્યો પણ સતર્કતા દાખવીને ઘરની બહાર દોડી આવ્યા હતાં. પરિવારના સભ્યોએ ફાયર વિભાગને ફોન કરી ઘટના અંગેની માહિતી આપી હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં અડાજણ ફાયર વિભાગની ચાર ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.













Recent Comments