ગુજરાત

સુરતના જાણીતા કાર શોરૂમના માલિક ગજ્જર બંધુઓ ૧૭ બોટલ દારુ સાથે ઝડપાયા

સુરતીઓ માટે સુરતની પાસે આવેલ દમણ દારૂ પીવાનું એક ઉત્તમ સ્થળ છે. વીકેન્ડમાં દારૂના શોખીન અનેક સુરતીઓ દમણની ટ્રીપ મારી આવતાં હોય છે. ત્યારે અમુક ઘરે દારૂ પીવા માટે દમણથી બોટલો લઈને આવતાં હોય છે. પણ પોલીસ ચેકિંગમાં તેઓ ઝડપાઈ જાય છે. આવા જ એક કિસ્સામાં સુરતના જાણીતા કાર શોરૂમના માલિક ગજ્જર બંધુઓ મોંઘીદાટ લેન્ડરોવર કારમાં દારૂ લાવતાં વાપીમાં ઝડપાઈ ગયા છે.

સુરત શહેરના જાણીતા કાર શોરૂમના માલિક દીપક જશવંતલાલ ગજ્જર અને જિતેન્દ્ર જશવંતલાલ ગજ્જર દમણ ફરવા ગયા હતા. પણ રિટર્ન આવતાં ઘરે દારૂ પીવા માટે બોટલો લઈ જવાનું નક્કી કર્યું હતું. તેઓ પોતાની લક્ઝુરિયસ કાર લેન્ડરોવરમાં દારૂની ૧૭ બોટલો લઈને દમણથી નીકળ્યા હતા. પણ વાપીમાં ચેકિંગ દરમિયાન ગજ્જર બંધુઓની પોલ ખૂલી ગઈ હતી અને તેમની પાસેથી ૧૭ બોટલો જપ્ત કરાઈ હતી.

ગજ્જર બંધુઓ વૈભવી લેન્ડરોવર કારમાં આગળની સીટ તેમજ પાછળની સીટ નીચે લેધરની બેગમાં દારૂની આ ૧૭ બોટલો સંતાડી હતી. પોલીસે ગજ્જર બંધુઓની લેન્ડ રોવર કાર જેની કિંમત ૨૦ લાખ રૂપિયા અને દારૂની ૧૭ બોટલોની કિંમત ૬૪૦૦ રૂપિયા એમ કુલ મળી ૨૦.૦૬ લાખની મત્તા કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts