રાષ્ટ્રીય

કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં ૫ લોકોનાં મોત, લૂંટફાટ અને અરાજકતાની સ્થિતિ

અફઘાનિસ્તાનમાં તાલિબાને સંપૂર્ણ રીતે કબ્જાે જમાવી લીધો છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો કાબુલ છોડીને બીજા દેશમાં જવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. એએફપીના સૂત્રો અનુસાર, સોમવારે સવારે કાબુલ એરપોર્ટ પર હજારો લોકો પહોંચતા હંગામો થયો હતો, જે બાદ ભીડને કાબુમાં લેવા માટે અમેરિકી સેનાએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

સમાચાર એજન્સી રોયટર્સે દાવો કર્યો કે, કાબુલ એરપોર્ટ પર થયેલા ગોળીબારમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પાંચ થઇ ગઇ છે. રોયટર્સે એક પ્રત્યક્ષદર્શી હવાલો આપતાં આ દાવો કર્યો છે. પ્રત્યક્ષદર્શીનો દાવો છે કે, તેણે લોહીલુહાણ પાંચ મૃતદેહોને ગાડીમાં લઇ જતાં જાેયા છે.

અફઘાનિસ્તાનના હામિદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તમામ કોમર્શિયલ ફ્લાઇટને સસ્પેન્ડ કરાઇ છે. લોકોને એરપોર્ટ પર ભીડ ન કરવા અપીલ કરાઇ રહી છે. સોમવારે સવારે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ પર ઉમટી પડતાં ભારે ભીડ એકઠી થઇ ગઇ હતી અને લોકો કોઇપણ રીતે ફ્લાઇટ્‌સ પકડવા પ્રયાસ કરી રહ્યાં છે.
રવિવારે કાબુલ પર કબ્જાે કર્યા બાદ સંપૂર્ણ અફઘાનિસ્તાન હવે તાલિબાનની હુકુમતમાં આવી ગયું છે. જ્યારે તાલિબાનીઓની રાષ્ટ્રપતિ કાર્યાલય પર નિયંત્રણ સ્થાપિત કરવાની તસવીરો સામે આવી હતી. અશરફ ગની સરકારે સ્વીકાર કરી લીધું છે કે, ૨૦ વર્ષ લાંબી લડાઇમાં તાલિબાન જીતી ગયું છે.

બીજી બાજુ, અફઘાનિસ્તાનના દરેક શહેરમાં બેંકો અને એમ્બેસી બહાર કિલોમીટરો સુધી લાંબી લાઈનો લાગી છે. લોકો પૈસા ઉપાડવા અને એમ્બેસીમાંથી પોતાના દેશના વિઝા મેળવવા દિવસ-રાત દોડાદોડી કરી રહ્યા છે. કાબુલમાં ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ છે. તાલીબાનોના કહેરથી ડરેલા લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે.

Related Posts