૨૦૦૮માં સન્ડે ઓન સાયકલનો તદ્દન નવો વિચાર આપનાર અને ગુજરાત સ્થાપના દિવસ વખતે તે માટે તે વખતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં આ વિચારને અમલમાં મુકનાર અમરેલીના સેવાભાવી તબીબ અને સામાજીક-રાજકીય અગ્રણી ડો. ભરત કાનાબાર તેમના આગવા વિચારો અને નવતર અભિયાનોને કારણે રાજયભરમાં જાણીતા છે. તેમના દ્વારા તાજેતરમાં સામાજીક સંવેદનાને ઉજાગર કરતો એક અભિનવ વિચાર રજુ કરવામાં આવેલ. તેમના કહેવા પ્રમાણે હાલ રસ્તા પર ટુ વ્હીલર પર એકલા જઈ રહેલ વ્યક્તિને રસ્તે ચાલતા કોઈને લીફ્ટ આપવાનો ઘણીવાર વિચાર આવે છે પણ તે સંકોચને કારણે તેને અમલમાં મુકતા નથી. સામે પક્ષે ચાલતાં ચાલતાં થાકી ગયેલ કે વધારે પડતું વજન લઈને ચાલતી વ્યક્તિ અજાણ્યા સ્કુટર ચાલક પાસે લીફટ માંગતા સંકોચ અનુભવે છે. અનુકંપા ફાઉન્ડેશન ઉભય પક્ષના આ સંકોચને દુર કરવા માંગે છે અને એવું વાતાવરણ સર્જવા માંગે છે, જેમાં લીકટ ઓફર કરવાની અને લીફટ માંગવાની ઘટના એક સાધારણ, સ્વીકૃત સામાજીક વ્યવહાર ગણાય. જેમ આપણા ઘરે આવનાર વ્યકિત અજાણી હોય તો પણ આપણે તેને પીવાનું પાણી ઓફર કરીએ છીએ એટલી જ સ્વાભાવિકતાથી આ વાતને આપણે સૌ અપનાવીએ. આપણી આ એક નાની પહેલ સંવેદનશીલતાનો આગવો સંદેશ ફેલાવવાની શક્યતા ધરાવે છે.
આ ઉપરાંત આ અભિયાનથી રોડ પર વાહનોની સંખ્યા ઘટશે, ટ્રાફીકની ભીડ ઘટશે, અકસ્માતો ઘટશે, પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં બચત થાય અને વાતાવરણના પ્રદુષણમાં પણ ઘટાડો થાય – આના જેવી અનેક સંભાવનાઓ પડેલી છે.
આ રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી રેલીને સંબોધન કરશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ રેલી સેન્ટર પોઈન્ટ થઈ નાગનાથ મંદીર-લાયબ્રેરી
ચોક – કાશ્મીરા ચોક – ટાવર – રાજકમલ ચોક-એસ.ટી. ડેપો થઈ સીવીલ હોસ્પીટલ કેમ્પસમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક પહોંચશે, જયાં ચા-અલ્પાહાર બાદ રેલીનું સમાપન થશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, માર્કેટ વાર્ડ તથા નાગરિક બેંકના પૂર્વ ચેરમેન શ્રી પી. પી. સોજીત્રા, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉધાડ, કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેનભાઈ હિરપરા તથા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા હીરો સ્કટર્સ તથા મારૂતિ મોટરના અમરેલી જીલ્લાના ડીલર નવનીત ગ્રુપના – શ્રી છતભાઈ દેસાઈ અને મેહુલભાઈ દેસાઈ તથા કાવેરી ગોળના ઉત્પાદક તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત નાસીરભાઈ ટાંકનો ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.
આ રેલીમાં સામેલ થવા અમરેલીના નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ છે.


















Recent Comments