પોલીસ પતિ પર પત્નિએ ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
અમદાવાદના ઘાટલોડિયા કે.કે.નગર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા હિનાબહેન મોદી(૩૨)એ ૨૦૧૭માં કાર્તિક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ કાર્તિકના માતા – પિતાને આ લગ્ન મંજૂર નહીં હોવાથી તેઓ લગ્ન થયા ત્યારથી જ નાની – નાની બાબતે ઘર કામ બાબતે તેમજ દહેજ બાબતે હિનાબહેનને ત્રાસ આપતા હતા. મે ૨૦૨૧માં કાર્તિકભાઈ નોકરીએથી છૂટી ને ઘરે આવ્યા બાદ હિનાબેન સાથે ઝઘડો કરી જબરજસ્તીથી શરીર સંબંધની માંગણી કરી હતી.
જાેકે હિનાબહેને ના પાડતા કાર્તિકે પટ્ટાથી માર મારીને વાળ પકડીને માથુ તિજાેરીના કાચ સાથે અથડાવ્યું હતું. આ અંગે ૧૮૧ પર ફોન કરતા પોલીસ આવી હતી, પરંતુ સંસાર બગડે નહીં એટલે તેમણે ફરિયાદ ન કરી અને સમાધાન કરી લીધું હતુ. ગત ૨ જાન્યુઆરીએ રાતે પતિએ ફરી વખત શંકા રાખીને મારઝુડ કરીને કપડા ફાડીને હિનાબહેનને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. આખી રાત બહાર બેસી રહ્યાં અને ત્યાંથી તેઓ માતાના ઘરે આવી ગયાં હતાં.
આખરે હિનાબહેને પતિ કાર્તિક મોદી, સસરા રાજેશકુમાર ભગવાનદાસ મોદી અને સાસુ શોભનાબહેન મોદી વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ખાતામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો શંકાશીલ પતિ પત્ની સાથે મરજી વિરુદ્ધ જબરજસ્તીથી સેક્સની માગણી કરતો હતો. જાેકે પત્ની ના પાડતા તેને પટ્ટાથી મારતો અને કહેતો કે હું નોકરીએ જાવ ત્યારે તું ક્યાં ભટકે છે, તેમ કહીને વાળ પકડીને મારતો હતો. પત્નીના વાળ પકડીને તિજાેરીના કાચ સાથે માથું અથડાવી મારઝૂડ કરીને ઘરની બહાર કાઢી મુકતા આખરે પત્નીએ ઘાટલોડિયા પોલીસમાં પતિ સાથે સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
Recent Comments