દામનગર શહેર ના વિવિધ શિવાલયો માં દર્શનીય શણગાર સુશોભન થી દિપી ઉઠ્યા શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વેજનાથ મહાદેવ મુખ્ય બજાર માં બિરાજતા નદીકેશ્વર મહાદેવ મંદિર સહિત ના શિવાલયો માં ધર્મોઉલ્લાસ સાથે શિવરાત્રી ની ઉજવણી શહેર ની દક્ષિણે ઋષિ અગસ્ત તપ થી સ્વયંભ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં શિવરાત્રી ના પાવન પર્વે એ મહાયજ્ઞ યોજાયોસાત કુંડી યજ્ઞ નારાયણ ના દર્શન કરતા ભાવિકો વિદ્વાન શાસ્ત્રી ના મંત્રોચ્ચાર ની ધ્વનિ થી શિવાલય ગુંજી ઉઠ્યા હરહર મહાદેવ ના નાદ સાથે ભાવિકો પુરા શ્રધ્ધાભાવ પૂજા અર્ચન કરતા જોવા મળ્યા હતાકુદરતી પ્રકૃતિ ના ખોળે અપાર એશ્વર્ય વચ્ચે સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી ના પાવન પર્વ ની ભવ્ય અને દિવ્ય ઉજવણી ભાંગ અને ફરાળ મહાપ્રસાદ મહાઆરતી ના દિવ્ય દર્શન માટે ભાવિકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય નું વંદનીય આયોજન મંદિર પરિસર માં મેળા જેવો માહોલ સર્જાયો હતો શહેર માં વેજનાથ મહાદેવ મંદિર ને સુંદર પુષ્પો અને રોશની ના ઝળહળાટ થી સુશોભિત કરાયું હતું મુખ્ય બજાર પ્રમુખ કોમ્પ્લેક્ષ માં નદીકેશ્વર મહાદેવ ના દર્શન કરતા ભાવિકો બિલપત્ર દૂધ દ્રવ્ય થી ઠેર ઠેર શિવાલયો માં શ્રધ્ધાળુ દ્વારા અભિષેક કર્યા હતા
દામનગર શહેર ના વિવિધ શિવાલયો માં દર્શનીય શણગાર સુશોભન અભિષેક થી શિવરાત્રી પર્વ ની ઉજવણી

Recent Comments