અમરેલી

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા મહુડી માં યોજાયેલ બુનિયાદી પ્રશિક્ષણ શિબિર માં ભાગ લેતા અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ અને ટિમ.

      વિધાનસભા ની ચૂંટણી જ્યારે પડઘમ વાગવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ  ના યુવા ટિમ એટલે કે યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ના મહુડી ખાતે ગુજરાત યુવક કોંગ્રેસ ના તમામ હોદેદારો ને એકત્ર કરી ત્રી દિવસીય બુલંદનીય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષ ના શાશન માં જે કોઈ નિર્ણયો અને કાર્યો કરવા માં આવ્યા તે ની વિસ્તૃત માહિતી થી દરેક કાર્યકર્તા ને માહિતગાર કરી અને આગામી ચૂંટણી માં યુવાનો ની જે મહત્વ ની ભૂમિકા છે અને યુવાનો ને આ ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થી વિમુખ કરી કોંગ્રેસ પક્ષ નો હાથ મજબૂત કરવા માં યુવાઓ નું પૂરતું યોગદાન કઈ પ્રકારે મેળવવા માં આવે તેની વિસ્તૃત સમજણ આપવા માં આવી હતી આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ ના પ્રમુખ શ્રીનિવાસ બી વી જી ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ ના પ્રભારી અલવારું જી ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રભારી મહમદભાઈ સાહિલ ની આગેવાની માં આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર માં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા અમરેલી વિધાનસભા ના પ્રમુખ મોનિલ ગોંડલીયા સાવરકુંડલા વિધાનસભા ના પ્રમુખ   કુમનભાઈ રૈયાણી લાઠી બાબરા વિધાનસભા ના પ્રમુખ રાજુભાઇ કનાળા ધારી બગસરા  વિધાનસભા ના પ્રમુખ હિરેન સલ્લા સહિત ના આગેવાનો આ શિબિર માં ઉપસ્થિત રહ્યા હતાAttachments area

Related Posts