રાષ્ટ્રીય

ચૈત્રી નોરતા કરો છો તો ઉપવાસમાં ખાવા બનાવો ફરાળી ‘ક્રિસ્પી ચેવડો’

ચૈત્રી નોરતામાં તમે પણ ઉપવાસ કરો છો તો આ ફરાળી ચેવડો તમે પણ ઘરે બનાવો. બટાકાનો ફરાળી ચેવડો ટેસ્ટમાં એકદમ મસ્ત લાગે છે. તો જાણો કેવી રીતે બનાવશો ઘરે…

સામગ્રી

2-3 નંગ બટાકા

અધકચરા સમારેલા મરચાં

દળેલી ખાંડ

સ્વાદાનુંસાર મીઠું

તળવા માટે તેલ

શિંગદાણા

ડ્રાયફ્રૂટ્સ

બનાવવાની રીત

  • ફરાળી બટાકાનો ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને છોલીને છીણી લો.
  • હવે એક બાઉલ લો અને એમાં બટાકાની છીણને 5 મિનિટ સુધી પાણીમાં ડુબાડીને રાખો.
  • ત્યારબાદ પાણીમાંથી છીણને કાઢી લો.
  • હવે આ છીણને એક પ્લેટમાં આછી-આછી ફેલાવી લો.
  • પેપર નેપકિન પર હવે આ છીણ લઇ લો અને એમાંથી વધારાનું પાણી કાઢી લો.
  • એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં બટાકાની છીણ નાંખો અને તળી લો.
  • છીણ તળાઇ જાય પછી પેપર નેપકીનમાં લઇ લો, જેથી કરીને તેલ બધુ શોષાઇ જાય.
  • હવે ગરમ તેલમાં શિંગદાણા અને લીલા મરચાં તળી લો.
  • આ તળેલી વસ્તુઓ એક બાઉલમાં લઇ લો.
  • મોટા એક બાઉલમાં આ બધી જ વસ્તુઓ લઇ લો અને બરાબર રીતે મિક્સ કરી લો.
  • હવે આ બાઉલમાં શિંગદાણા, મરચા, પીસેલી ખાંડ, તળેલા ડ્રાયફ્રૂટ્સ અને સ્વાદાનુંસાર સિંધાલૂણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • તો તૈયાર છે બટાકાનો ક્રિસ્પી ચેવડો.
  • આ ચેવડો તમે કોઇ પણ સમયે ખાઇ શકો છો.
  • બટાકાની છીણ તળતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે ગેસ ધીમો રાખવાનો છે. જો તમે ફાસ્ટ ગેસે છીણ તળશો તો છીણ કાળી પડી જશે અને ટેસ્ટમાં પણ સારી લાગશે નહિં.

Related Posts