ગુજરાત

વડોદરા: નિઝામપુરા વિસ્તારમાં બસ માં અચાનક આગ લાગતા સંપૂર્ણ બસ આગમાં બળીને ખાખ

ઉનાળાની શરૂઆત થતાની સાથે લાગ લાગવાના બનાવો માં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં વડોદરા શહેરમાં વધુ એક આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે.આજે બપોર ના સમયે ખાનગી ટ્રાવેલ્સ ની બસ સતત ટ્રાફિક થી ધમધમતા નિઝામપુરા વિસ્તાર માંથી પસાર થઈ રહી હતી દરમિયાન બસ માંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી.જેથી સમય સૂચકતા વાપરી બસમાં સવાર ડ્રાઈવર કંડકટર બસ માંથી નીચે ઉતરી આવ્યા હતા.જોતજોતામાં આગે સંપૂર્ણ બસને પોતાની ચપેટ માં લઈ લીધી હતી.બસ માં અચાનક લાગેલી આગે એ હદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દૂરદૂર સુધી આગ ના ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.સતત ટ્રાફિક થી વ્યસ્ત નિઝામપુરા મુખ્ય માર્ગ પર બસ અચાનક સળગી ઉઠતા ભારે અફરતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.મહત્વનું છે કે ખાનગી ટ્રાવેલ્સ ની બસ માં ખામી સર્જાવાના કારણે ગેરેજ માં મોકલાવવામાં આવી હતી.રીપેરીંગ માંથી લાવ્યા બાદ વિસ્તારની સ્વાગત રેસ્ટોરન્ટ પાસે પાર્કિંગ કરતા હતા દરમિયાન આગ ની ઘટના બની હતી.બસ માં મુસાફરો ન હોવાના કારણે મોટી દુઘર્ટના ટળી હતી.બસ માં અચાનક આગ લાગતા રાહદારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર ના જવાનો તુરંત ઘટના સ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયર વિભાગ ની ટીમ બનાવની જગ્યાએ પોહચે એ પેહલા સંપૂર્ણ બસ બળીને ખાક થઈ ગઈ હતી ત્યારે આગ લાગવાનું કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts