ઘાટલોડિયાના પાલિકાના માજી પ્રમુખનો પુત્ર ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયો
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગોવિંદભાઈ જેઠાભાઈ સ્ટાફના કર્મચારીઓ સાથે વસ્ત્રાપુરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એનએફડી સર્કલ પાસેથી એક ગાડી નીકળી હતી. તે ગાડીનો ચાલક ગાડી આડી અવળી ચલાવતો હોવાથી તેણે દારુ પીધેલો શંકાના આધારે પોલીસે ગાડી રોકી હતી. પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતા તે ઘાટલોડિયા રન્નાપાર્ક અભિનંદન સોસાયટીમાં રહેતો પ્રશોત્મ નોલેશભાઈ પટેલ (૨૫) હોવાનું જણાવ્યું હતુ. જાે કે પ્રશોત્મે દારૂ પીધાની હતો, જ્યારે ગાડીમાં તેનો એક મિત્ર હતો પરંતુ તેણે દારૂ પીધો ન હતો.
જેથી પોલીસે તેને જવા દીધો હતો. જ્યારે પોલીસે પ્રશોત્મ વિરુદ્ધ દારૂ પીને ગાડી ચલાવવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી ગાડી કબજે કરી હતી.એક જમાનાના ભાજપના સક્રિય કાર્યકર તેમજ ઘાટલોડિયા નગર પાલિકાના માજી પ્રમુખ નોલેશ પટેલનો દીકરો પ્રશોત્મ વહેલી સવારે દારૂ પીને ગાડી ચલાવતા વસ્ત્રાપુર એનએફડી સર્કલ પાસેથી તેની ધરપકડ કરી ગાડી કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે ગાડીમાં પ્રશોત્મની સાથે તેનો એક મિત્ર પણ હતો, પરંતુ તેણે દારૂ પીધો નહીં હોવાથી પોલીસે તેની સામે કોઇ કાર્યવાહી કરી ન હતી.
Recent Comments