fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમા શરદપૂનમના દિવસે બપોરે એક વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું

સાવરકુંડલા શહેરમા આજરોજ શરદપૂનમના દિવસે જ બપોરના એક આસપાસ વરસાદનું જોરદાર ઝાપટું વરસતાં રેઈનકોટ કે છત્રીની તૈયારી વગર નીકળેલાં લોકો રસ્તા પર ભીંજાતાં જોવા મળ્યાં. આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે છતાં થંડર સ્ટોર્મની અસરને કારણે વરસાદ વરસ્યો લગભગ એકાદ કલાકની અંદર એક ઈંચ જેટલો વરસાદ વરસવાનું અનુમાન છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.

આમ ગણો તો શરદ અને એમાં પણ શરદપૂર્ણિમા એટલે વાતાવરણ સ્વચ્છ હોય પરંતુ આ વર્ષે મોસમનો મિજાજ પણ અકળ રાજકારણી જેવો થઈ ગયો હોય તેવું લોકો વ્યંગમાં કહેતા જોવા મળ્યા.એકંદરે આ વરસાદી વાતાવરણ રોગચાળાને નિમંત્રણ ન આપે તો સારું. હજુ પણ વાદળમાં વીજળીનો ચમકારા સાથે ગડગડાટ થતો જોવા મળે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. અચાનક વરસાદ આવવાથી રસ્તા પર જતાં લોકો પણ કોઈ સારી ઓથ શોધી ભીંજાવાથી બચવાનો પ્રયાસ કરતાં જોવા મળ્યા હતાં..હાલ ફરી પાછા બપોરે ત્રણ વાગ્યે વરસાદના મંડાણ થયાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/