સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘોર બેદરકારી
ગત સપ્ટેબરમાં માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.COM Sem- 2 નું પરિણામ જાહેર કરવામાં આવેલ. જેમાં દેવકા સ્થિત દેવકા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામમાં મોટા પાયે ગરબડ જોવામાં આવી છે, જેમકે કેટલાક વિદ્યાર્થીએ પરીક્ષા આપ્યા હોવા છતાં પણ તેમના પરિણામમાં ગેરહાજર બતાવેલ તદ્ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અગાઉની પરીક્ષામાં સારા એવા ગુણ સાથે ઉતીર્ણ થયા છે એમને આ વખતે માત્ર એક જ ગુણ મળેલ જ્યારે ગત પરીક્ષામાં એમના ૬૫ ગુણ હતા. આવા વિવિધ મુદ્દાઓ વિદ્યાર્થી પરિષદની નજરે આવતા એબીવીપી – રાજુલાના કાર્યકર્તાઓ દ્વારા દેવકા કોલેજના આચાર્યને આવેદન આપવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવે એવી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરાઇ હતી.
Recent Comments