અમરેલી જિલ્લા અને તાલુકા કક્ષાએ પોક્સો એક્ટને લઈ તા.૨૬ સપ્ટેમ્બર થી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને જાગૃત્ત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે પોક્સો એક્ટ જાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અંતર્ગત આયોજિત આ જાગૃત્તિ અભિયાનને અમરેલી જિલ્લામાં સફળ રીતે પૂર્ણ થયું હતું. જિલ્લાભરમાં ૨૯૦થી વધુ શિબિરો થકી શાળા અને કોલેજના ૨૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના તેના અધિકારો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા અને તાલુકા કક્ષાએ પોક્સો એક્ટ જાગૃત્તિ અભિયાન યોજાયું

Recent Comments