લીલીયા તાલુકાના ગામડા અને સાવરકુંડલા શહેરમાં જન આશીર્વાદ લીધા જેમાં લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવના દર્શન કર્યા તેમજ શેઢાવડર,નાના લીલીયા, લોકી, લોકો, ભેંસવડી, એકલેરા, ઢાંગલા, ભેસાણ, બોડીયા, કુતાણા, ભોરીંગડા, ટીંબડી, વાઘણીયા, પીપળવા, પૂંજાપાદર અને આંબા ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ દૂધાત નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
પ્રતાપ દુધાતને કોરોના સમયે વાવાઝોડા અને અન્ય સરકારી યોજનામાં અને ગામડાના કાચા માર્ગે ને પાક્કા ડામર રોડ અને અનેક પુલ અને રોડ રસ્તાના કામો મંજુર કરાવી લીલીયા અને સાવરકુંડલા તાલુકાની જનતાના ખૂબ જ કામો કર્યા છે જેથી ગામડાના લોકો ધારાસભ્ય ની કામગીરી થી ખૂબ ખુશ છે આ જન આશીર્વાદ માં સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી ખોડભાઈ માળવીયા, બહાદૂરભાઈ બેરા, નીતિનદાદા ત્રિવેદી, દકુભાઈ બુટાણી, મુનાભાઈ દુધાત, જીવરાજભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, વિજયભાઈ કોગથીયા, ભનુભાઈ દુધાત, શાંતિભાઇ, કિશોરભાઈ તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે.
આ તમામ ગામો માં ઉમેદવાર શ્રી પ્રતાપભાઈ દૂધાત નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા પ્રચંડ સમર્થન માટે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, ગરિબોન હમદર્દ સુખ દુખ ના સાથી. ખેડુતોના મિત્ર ,લોક લાડીલા અને સાવરકુંડલા –લિલિયા તાલુકા અને સાવરકુંડલા ના સેવક તરિકે જેમની નામના છે તેવા પ્રતાપ દુધાત ની આજ રોજ સાવરકુંડલા તાલુકા ના વોર્ડ નં ૨ તેમજ વોર્ડ નં ૩ ના વિસ્તાર માં વિધાનસભા મત વિસ્તાર ના ઉમેદવાર શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા માટે શિવાજી નગર, ગડગડીયા હનુમાનજી મંદિર પાસે, દાસારામ મઢુલી પાસે સાવરકુંડલા મા “આપનો પ્રતાપ …આપના દ્વાર..” હેઠળ જંગી જાહેર સભા રાખવામાં આવેલ હતી, જેમા ચંદ્રેશભાઇ રવાણી, હસુભાઇ સુચક, કનુભાઇ ડોડિયા, મહેશભાઇ જયાણી, હરિબાપા સગર, વગેરે આગેવાનો તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે .
આ બન્ને વિસ્તાર ના લોકો દ્વારા ઉમેદવાર શ્રી પ્રતાપભાઈ દૂધાત નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા પ્રચંડ સમર્થન માટે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ પ્રતાપ દૂધાત તરફ ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે
Recent Comments