આગામી ૧૫મી ઓગસ્ટ-૨૦૨૬ના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલી જિલ્લા ખાતે યોજાશે. આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસરને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ ‘વોકેથોન’ (Walkathon)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ વોકેથોન આગામી તા. ૦૮-૦૮-૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૭:૦૦ કલાકે યોજાશે. વહીવટી તંત્ર દ્વારા આ વોકેથોન માટેનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. વોકેથોનની શરૂઆત સરદાર પટેલ રમત સંકુલથી થશે. ત્યારબાદ ફોરવર્ડ સર્કલ (સેન્ટર પોઈન્ટ), નાગનાથ મંદિર, રાજકમલ ચોકથી સેન્ટર પોઈન્ટ પરત થઈને અમરેલી અને સરદાર પટેલ રમત સંકુલ ખાતે પૂર્ણ થશે.
આ દેશભક્તિ સભર અને સ્વાસ્થ્યલક્ષી આયોજનમાં અમરેલી શહેરના તમામ નાગરિકો, યુવાનો અને સભ્યો ઉત્સાહભેર ભાગ લે અને પોતાની સક્રિય હાજરી નોંધાવે તે માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જાહેર અનુરોધ કરવામાં આવ્યો















Recent Comments