કેન્દ્ર સરકાર દ્વારા યુવાનોને કૌશલ્યોથી સજ્જ કરવા, ઉદ્યોગજગતનો અનુભવ અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PM Internship Scheme) અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ દેશના ૧૮ થી ૨૫ વર્ષ વયજૂથના ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઈ.ટી.આઈ, પોલિટેકનિક ડિપ્લોમા અથવા સ્નાતક થયેલા અને જેમના પરિવારની વાર્ષિક આવક રૂ. ૮ લાખથી વધુ ન હોય તેવા યુવાનો અરજી કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ આગામી પાંચ વર્ષ દરમિયાન દેશના એક કરોડ યુવાનોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ કરાવી તેમને રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ કરવાનો છે.
આ યોજના વિશે વધુ માહિતી મેળવવાની સાથે ઉમેદવારી https://pminternshi.mca.gov.in/login. પર નોંધાવી શકાશે, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અમરેલીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.















Recent Comments