fbpx
અમરેલી

અમરેલી પરેશભાઇ ધાનાણી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકિત કરતા બ્રહ્મસમાજના અગ્રણીઓ

અમરેલી જીલ્લા બ્રહ્મસમાજના મહાપુરૂષ શ્રી એમ.જી. જોષી સાહેબ, જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી તનસુખભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને અમરેલી બ્રહ્મસમાજને અનેકરીતે ઉપયોગી થયેલ એવા અમરેલીના ધારાસભ્ય અને નેતા વિપક્ષશ્રી પરેશભાઇ ધાનાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી શ્રી પરેશભાઇ ધાનાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

પરેશભાઇ ધાનાણીએ અમરેલી નગરપાલિકામાંથી પરશુરામ મંદિર માટે જમીન ફાળવી, જમીન પરના પીજીવીસીએલના ટ્રાન્સફરો હટાવી દુર કરાવી ઉપરાંત
પરશુરામ મંદિરમાં કોમ્યુનીટી હોલ, પાણીનો દાર તથા બગીચામાં બેસવા માટેના બાંકડા મુકાવી આપેલ. ઉપરાંત બ્રાહ્મણ બોડીંગ પાસે પેવર બ્લોક રોડ બનાવી આપેલ તેમજ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી માટે પણ શ્રી પરેશભાઇ ધાનાણીએ વ્યકિતગત રીતે પોતાનું રૂા. ૧,રપ,૦૦૦/– નું અનુદાન આપેલ હતું.

બ્રહ્મસમાજને જયારે જયારે પણ જરૂર પડી હોય ત્યારે તન, મન, ધનથી પરેશભાઇ ધાનાણીનો સાથ અને સહકાર મળેલ હોય બ્રહ્મસમાજ અગ્રણીઓ દવારા આજરોજ પરેશભાઇ ધાનાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યકિત કરી શ્રી પરેશભાઇ નું શાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ હતું અને ઉપસ્થિત તમામ આગેવાનો શ્રી પરેશભાઇ ૯પ–અમરેલી વિધાનસભામાં ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં રમેશભાઇ પંડયા, પ્રતાપભાઇ જાની, રમેશભાઇ ત્રવાડી, મલયભાઈ મહેતા, સંજયભાઇ પંડયા, સંજયભાઇ રાવળ, દિલીપભાઈ મહેતા, અરવિંદભાઇ જાની, મનોજભાઇ પંડયા, ડો. નિલેશભાઇ જાની, રાજુભાઇ પંડયા, ભાવિનભાઇ ત્રિવેદી, રામભાઇદવે, હાદિકભાઇ કનાડા, રાજનભાઇ જાની, ૠષિભાઇ જોષી, ચેતનભાઈ ભટ્ટ, હંસાબેન જોષી, પંકજભાઇ મહેતા, એકતાબેન કનાડા, જનકભાઇ પંડયા, સંદીપભાઇ પંડયા, કમલેશભાઇ જોષી સહિતના બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts