અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંક્લન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી, વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંક્લન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લાના લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી, જનકભાઈ તળાવિયા અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી, મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જનપ્રતિનિધીઓના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થયું હતું.

આ બેઠકમાં અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્યદિન કાર્યક્રમની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અમરેલીમાં યોજનાર ૧૫મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પર્વની ઉજવણી માટે માઇક્રોપ્લાનિંગ સાથે તૈયારી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે વિવિધ વિભાગોને સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજથી અમરેલી શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવે. અમરેલી શહેરના વિવિધ વોર્ડમાં સઘન સફાઈ કાર્ય કરવાનું રહેશે. આ ઉપરાંત સંબંધિત વિભાગો અને સમિતિઓ પોતાનું માઇક્રોપ્લાનિંગ સાથે કામગીરી આગળ વધારે.

તેમણે જણાવ્યું હતું કે, અમરેલી માટે રાજ્ય કક્ષાની ઉજવણી ગૌરવની બાબત છે. આ માટે સમગ્ર ટીમ અમરેલી સંક્લનથી આ પર્વને સફળ બનાવશે.

અમરેલી શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ યોજાનાર એટ હોમ કાર્યક્રમ અને રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારૂ આયોજન અને કલાકારોની પસંદગી સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે અમરેલી શહેરને નયમરમ્ય રોશનીથી શણગારવામાં આવશે.

આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કે.જે.જાડેજા, પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, નાયબ વનસંરક્ષકશ્રી ગીરપૂર્વ વિકાસ યાદવ, સુપ ન્યૂમરરી આસિસ્ટન કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી, અમરેલી, લાઠી, ધારી, સારકુંડલા, બગસરા, નાયબ કલેક્ટર સર્વશ્રી પુરવઠા, સ્ટેમ્પ ડ્યૂટી અને મુલ્યાંકન તંત્ર તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts