સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢમાં કારમાં સ્ટંટનો વીડિયો સો.મીડિયામાં વાયરલ થતાં પોલીસે ફરિયાદ નોંધી

સોશિયલ મીડિયાનું ભુત આજના યુવાનોને એટલી હદે વળગ્યું છે કે, તેમને બીજા જીવની કોઇ પરવા નથી. રિલ્સના નામે અનેક સટંટો કરે છે, ત્યારે જૂનાગઢથી કંઇક આવી જ ઘટના સામે આવી છે. વરરાજાએ લક્ઝરિયસ કારમાં લગ્ન ટાણે દરવાજાે ખુલ્લો રાખી સ્ટંટ કરતો કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જેના સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જુનાગઢ શહેરના ઓપન જેલની આગળના ભાગે જમાલવાળીની સામે રોડ પર નો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક ઇસમ લગ્ન પ્રસંગે સફેદ કલરની ફોર વ્હીલ કારમાં ચાલુ કારે ડ્રાઇવર સીટ છોડી દરવાજાે ખોલી સ્ટંટ કરે છે અને પોતાના તેમજ કારમાં બેઠેલા બીજા લોકોનો જીવ પણ જાેખમમાં મુકતો સાફ નજરે પડે છે.

વાયરલ વીડિયોમાં દેખાતી મોંઘીદાટ લક્ઝરિયસ કાર લગ્નમાં વરરાજાને લગ્ન મંડપમાં પહોંચાડવા લઈ જતી નજરે પડે છે, પરંતુ આ સ્ટંટબાજની એક ભૂલથી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત? તો બીજી તરફ ડ્રાઈવરે ચાલુ કારે પોતાની સીટ છોડી ત્યારે જાે સ્ટિયરિંગ કાબુમાં ન રહ્યું હોત અને ભેદરકારી ગફલતભર્યા આ આવા શોખને કારણે દુર્ઘટના ઘટી હો તો સામે વાળાના જીવ પણ જાેખમમાં મુકાય તો તેનું જવાબદાર કોણ હોત? હાલ તો જુનાગઢ પોલીસે આ સ્ટંટ કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts