fbpx
રાષ્ટ્રીય

કાર લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જાેરદાર છે આ વાઈરલ વિડીયો..

ઘણીવાર તમે લોકોને પાઈપ વડે વાહન ધોતા જાેયા હશે. શું તમે ક્યારેય કોઈને ધોધના પાણીની નીચે કાર ધોતા જાેયુ છે? જાે નહીં તો અત્યારે જ જુઓ કારણ કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જાેયા બાદ કેટલાક લોકો ચોંકી ગયા છે તો કેટલાક લોકો હસી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની કારમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે એક ધોધ જાેયો, તેથી તેણે તેની સ્કોર્પિયો કાર લીધી અને તેને કુદરતી રીતે ધોવા માટે ધોધની નીચે પાર્ક કરી. આ દરમિયાન તે કારનું સનરૂફ પણ બંધ કરી દે છે. થોડી સેકન્ડો પછી, જીર્ષ્ર્ઠિॅૈ-દ્ગ ની અંદર અચાનક પાણી પડવા લાગે છે. જીેંફની સનરૂફ અને છત પર લગાવેલા સ્પીકર્સમા પણ સતત પાણી વહેવા લાગે છે. પાણીને કારણે આખું ડેશબોર્ડ ભીંજાઈ ગયું હતું. આટલું જ નહીં જીેંફના ઘણા ઈલેક્ટ્રોનિક પાર્ટ્‌સમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો રાહુલ નાયર નામના એકાઉન્ટ દ્વારા તેને ટિ્‌વટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જાેઈ ચૂક્યા છે. ઘણા લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જાેવા મળે છે. જાે કોઈએ સ્ક્રિપ્ટેડ વિડિયો કહ્યું છે, તો કેટલાક યુઝર્સ કહે છે કે સનરૂફ સંપૂર્ણપણે બંધ હોવું જાેઈએ બાકી અંદર પાણી આવશે. હાલમાં આ વીડિયોને લઈને મહિન્દ્રા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Follow Me:

Related Posts