fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ માઘ્યમથી તા.૧૩ માર્ચે ભરતી મેળાનું આયોજન

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ માઘ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લાના અગ્રગણ્ય એકમ આલ્ફા ઓટો લીંક અમરેલી માટે સેલ્સ એક્ઝીક્યુટીવ, રિસેપ્સનિસ્ટ, બેંક ઓફિસ અને ઈન્શ્યુરન્સ એક્ઝિક્યુટીવના પદ પર ૨૦ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે. જિલ્લાના રોજગાર ઇચ્છુક હોય તેવા ઉમેદવારોએ ધો.૧૨/સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. રોજગાર ઇચ્છુક હોય તેવા ઉમેદવારો માટે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે.

આથી, અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી યોજાનાર આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુકોએ, આગામી તા.૧૩ માર્ચ, ૨૩ને સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે, જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રાજમહેલ કંપાઉન્ડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું. અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી યોજાનાર આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુકો અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup  પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.

નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગીન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts