fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના આંબરડી ખાતે ક્વોલિટી રક્તદાન કેમ્પ યોજાયો

સી. ડી.એચ. ઓ. ડૉ. જાની સાહેબ અને સા.કુંડલા તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડૉ. એસ. આર.મીના સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાના આંબરડી ગામે માતાજીના મઢ ખાતે ૨૪/૩ ને શુક્રવારના રોજ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ-અમરેલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આંબરડી તથા ગ્રામ પંચાયત આંબરડી દ્વારા આંબરડી ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં રક્તદાન મહાદાન છે એ સૂત્રને લઈ  રક્તદાન કરીને અનેકના જીવન બચાવી પુણ્યનું કાર્ય કરવાના અવસરે ૩૦ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી ૩૫ બોટલ લોહી એકત્ર કરાયું હતું.

રક્તદાન કરનાર રક્તદાતાશ્રીઓને પ્રમાણ પત્ર અને ગિફ્ટ આપી પ્રેરણાત્મક સન્માન કરાયું હતું. બ્લડ કેમ્પ દરમિયાન સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણીએ કેમ્પનું ઉદઘાટન કરી બ્લડ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો.  આ આયોજનમાં જી. પં. સદસ્ય શરદભાઈ ગૌદાની, સરપંચ પ્રેમજીભાઈ બગડા, પૂર્વ સરપંચ બાબુભાઈ માલાણી, પૂર્વ ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયા, ગીરધરભાઇ પાંચાણી, હરેશભાઈ માલાણી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.નીતિન રામપ્રસાદી, સી.એમ.ઓ. ડો.હિતેશભાઈ બગડા, હિતેશભાઈ, જયેશભાઈ, તેમજ સમગ્ર આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી રક્તદાન કૅમ્પને સફળ બનાવ્યો હતો.  ગ્રામ્ય કક્ષાએ ૩૫ બોટલ જેવું લોહી એકત્ર કરવું આયોજકો માટે પડકાર રૂપ હોય  છે પરંતુ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ અમરેલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબરડી તથા ગ્રામ પંચાયત આંબરડીના સંપૂર્ણ સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન સફળ રહ્યું હતું. આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ. ઓ. ડો. નીતિન રામપ્રસાદી, જયેશભાઈ રાઠોડ સહિત સ્ટાફ દ્વારા પણ રક્તદાન કરી આમ લોકોને પ્રેરણા આપી હતી.

Follow Me:

Related Posts