આ છે બોલિવૂડની ફેમસ મા-દીકરીની જાેડીઓ, ત્રીજા નંબરની જાેડી છે બોલિવૂડની સુપરસ્ટાર
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં મા-દીકરીની સ્ટાઇલિશ જાેડીઓ તો ઘણી છે પરંતુ તેમાંથી કેટલીક જાેડીઓ એવી છે જેણે લોકોના દિલો પર રાજ કર્યુ છે. જી હા, ફિલ્મી દુનિયામાં એવા ઘણા સ્ટાર્સ છે જે પોતાના પિતા સાથે ડગલું માંડતા જાેવા મળ્યા છે. એવી જ રીતે બોલિવૂડમાં મા-દીકરીની એવી શાનદાર જાેડીઓ પણ છે જે સફળતા અને પાવરના મામલે એકસાથે ઉભેલી જાેવા મળે છે. તો આ વખતે મધર્સ ડે પર તમને બોલિવૂડની આવી જ શાનદાર મા-દીકરીની જાેડીઓ વિશે જણાવીશું જે ખૂબસૂરતી અને સફળતા બંને સ્તર પર હંમેશા આગળ રહી છે. સાથે જ બોલિવૂડની તે માને પણ સલામ કરીશું જેણે પોતાની દીકરીને એક એવા અલગ ઢાંચામાં ઢાળીને તેને સફળતાના શિખર સર કરવામાં મદદ કરી છે. સૌપ્રથમ જાેડી વિષે જણાવીએ તો… શર્મિલા ટાગોર – સોહા અલી ખાન ઃ શર્મિલા ટાગોરે જ્યાં પોતાના દિકરા સૈફને એક્ટર બનાવ્યો ત્યાં પોતાની દીકરી સોહા અલી ખાને પણ બોલિવૂડમાં સફળતા મેળવી છે. શર્મિલા ટાગોરની જેમ જ બોલિવૂડમાં એક્ટિંગ કરીને ચર્ચિત બની. આજે આ મા-દીકરી વચ્ચે ખૂબ જ સ્પેશિયલ બોન્ડ છે.
સોહાએ ફિલ્મો સાથે વેબ સીરીઝમાં પણ કર્યુ છે અને તેના કામના વખાણ થયા છે. જે રીતે શર્મિલાએ એક સશક્ત મહિલા તરીકે બોલિવુડમાં ઓળખ બનાવી, એ જ રીતે સોહાએ પોતાના દમ પર પોતાની બોલિવૂડ જર્નીને ચાલુ રાખી છે. ડિમ્પલ કાપડિયા – ટિ્વંકલ ખન્નાની જાેડી વિષે જણાવીએ તો…ડિમ્પલ કાપડિયાનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સફળ એક્ટ્રેસીસમાં ગણવામાં આવે છે. તેની પહેલી ફિલ્મ બોબીથી તે અત્યાર સુધી ફિલ્મોમાં એક્ટિવ છે. તેમની જેમ જ તેમની દીકરી ટિ્વંકલ ખન્નાએ પણ સફળતાની ઘણી ઊંચાઈઓને સ્પર્શી છે. ટિ્વંકલે ફિલ્મો પણ કરી હતી અને તેને લખવાનો પણ શોખ છે અને તેનો મિસિસ ફની બોન્સ નામનો બ્લોગ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. ટિ્વંકલ એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે અને તે ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં પણ એક્સપર્ટ છે. એકંદરે બોલિવૂડની આ મા-દીકરીની જાેડી પોતાની પસંદગીના ફીલ્ડમાં સફળતાનો ઝંડો લહેરાવી રહી છે. તનુજા- કાજાેલ જાેડી વિષે જણાવીએ તો… તનુજાની દીકરી કાજાેલે તેની માતા અને માસીની જેમ બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું હતું. તનુજાના ઉછેરમાં મોટી થયેલી કાજાેલમાં ઘણો કોન્ફિડે્સ છે અને તે સ્વીકારે છે કે આ કોન્ફિડેન્સ પાછળ તેની માતાનો હાથ છે.
કાજાેલ હજી પણ ઇવેન્ટ્સ અને ફંક્શન્સમાં તેની માતા સાથે દેખાય છે અને તેની સાથે ખાસ બોન્ડ શેર કરે છે. અમૃતા સિંહ – સારા અલી ખાનની જાેડી વિષે જણાવીએ તો… અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની તેની માતા અમૃતા સાથે એક ખાસ બોન્ડિંગ જાેઈ શકાય છે. સૈફથી અલગ થયા બાદ અમૃતાએ પોતે જ પોતાના બંને બાળકોનો ઉછેર કર્યો અને તેમાં તે સફળ પણ રહી. આજે સારા અલી ખાને પણ પોતાની જાતને એક શાનદાર એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી છે. સારામાં અમૃતાની સ્પષ્ટ ઝલક છે, તેનો અંદાજ, તેનું બોલવું, હસવું અને સ્ટ્રીટ શોપિંગ કરવું અમૃતાને ખૂબ યાદ અપાવે છે. જેમ અમૃતા પોતાના દમ પર ફિલ્મો મેળવીને બોલિવૂડની બોસ લેડી બની હતી તેમ સારાએ પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.સારા ઘણીવાર તેની માતા સાથે વેકેશનમાં મસ્તી કરતી જાેવા મળે છે. હેમા માલિની અને એશા દેઓલની જાેડી વિષે જણાવીએ તો…
હેમા માલિનીની દીકરી એશા દેઓલનું પણ તેની માતા સાથે ખૂબ જ મજબૂત બોન્ડ ધરાવે છે જે દરેક તસવીરમાં દેખાય છે. હેમાની જેમ ઈશાએ પણ બોલિવૂડની ઘણી ફિલ્મો કરી. આ પછી તેણે મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કર્યા અને હવે ઈશા બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. પરંતુ તે તેની માતા સાથે સમયાંતરે ટીવી રિયાલિટી શોમાં જાેવા મળે છે. હેમા સાથે તેનું ખાસ બોન્ડ છે જે તેને તેની માતા સાથે ક્લાસિકલ ડાન્સની જાેડી બનાવવામાં મદદ કરે છે. જી હા, હેમા અને ઈશા બંનેએ એકસાથે ઘણા સ્ટેજ પર એકસાથે ડાન્સ કર્યો છે અને બંનેમાં શાનદાર ડાન્સ ટેલેન્ટ છે. ઘણા ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ પોતાની બંને દીકરીઓને દીકરા કરતાં પણ સવાઇ કહી છે.
Recent Comments