૫, સપ્ટેમ્બર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિને આપણે ત્યાં શિક્ષણ દિન તરીકે ઉજવાય છે. સમાજમાં શિક્ષકોનું સાત્વિક અને નિષ્ઠાવાન પ્રદાન છે. તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓના અભિવાદન માટે અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે 19 સપ્ટેમ્બરનાં દિવસે સ્વયં શિક્ષણ દિનનો કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં ધો. ૧ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લઇ શિક્ષક બની આજના દિવસનું શૈ. કાર્યનું સુંદર સંચાલન કર્યું હતું. માધ્યમિક વિભાગમાં દેત્રુજા રવિ (ધોરણ-12) અને પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી કોઠીયા પલ (ધોરણ 8) આચાર્ય બની સુંદર કામગીરી કરી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે સંસ્થાના સંચાલક દંપતીશ્રી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાએ હાજરી આપી પ્રેરક પ્રવચનો કર્યા હતા. સૌને અભિનંદન આપ્યા હતા. શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
















Recent Comments