fbpx
ગુજરાત

અમદાવાદમાં હોટલના રૂમમાં એક અજાણ્યા યુવકે ઘુસીને પરિણીતાની છેડતી કરીયુવકે બારીમાંથી અંદર આવી પરિણીતાનો હાથ પકડી લીધો અને બુમાબુમ થઇ ગઈ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી હોટલના રૂમ માં એક અજાણ્યા યુવકે ઘુસીને પરિણીતાની છેડતી અને અડપલાં કર્યા હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મધરાત્રિએ પરિણીતાનો પતિ નાસ્તો લેવા માટે નીચે ગયો હતો, ત્યારે યુવકે બારીમાંથી અંદર આવી પરિણીતાનો હાથ પકડી લીધો હતો. પરિણીતાએ બુમાબુમ કરતા હોટલનો સ્ટાફ અને તેનો પતિ દોડીના આવી ગયા હતા. શખ્સે પરિણીતાના પતિ સાથે મારામારીની ફરિયાદ કરતા અંતે પોલીસે તેની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં રહેતા દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલતું હોવાથી તેઓ હોટલમાં રહેવા ગયા હતા.

પરંતું હોટલમાં રહેવું તેમને ભારે પડ્યું હતું. છેલ્લા દોઢ મહિનાથી ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી તે નરોડા ટોલનાકા પાસે આવેલી પેરેડાઇઝ હોટલમાં રહેતા હતા. ગઈકાલે મહિલા તેના પતિ સાથે હોટલના રૂમમાં હાજર હતી ત્યારે રાતના સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેને ભૂખ લાગી હતી. મહિલા ટીવી જાેઈ રહી હતી ત્યારે તેનો પતિ નીચે નાસ્તો લેવા માટે ગયો હતો. ત્યારે પાર્થ પટેલ નામના શખ્સે બારીમાંથી રૂમમાં ઘુસીને પરણિતાની છેડતી કરી હતી. ફરિયાદી મહિલાએ આક્ષેપ કર્યો કે, તે ટીવી જાેતી હતી ત્યારે પતિ નીચે ગયા હતા. તે સમયે રૂમની બારીમાં અવાજ આવી રહ્યો હતો. જેથી તે ઉભા થઈને બારી પાસે ગઈ હતી, ત્યારે ત્યાં એક શખ્સ ઉભો હતો. બારીની છાજલી પાસે શખ્સને જાેતા તેને પૂછ્યું હતું કે તમે કોણ છો.

જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો. અને બિભત્સ શબ્દો બોલી બીભત્સ માંગણીઓ કરવા લાગ્યો હતો. આ બાદ શખ્સ રુમમાં આવી ગયો હતો અને તેણે મહિલાનો હાથ પકડીને છેડતી કરવા લાગ્યો હતો. જેથી મહિલા ગભરાઈને રુમની બહાર નીકળી ગઈ હતી અને બુમાબુમ કરવા લાગી હતી. તાત્કાલિક જ હોટલનો સ્ટાફ તેમજ પતિ ત્યાં આવી ગયો હતો. જેથી તે લોકોએ શખ્સને ઝડપી લીધો હતો. આરોપી પાર્થ પટેલે પતિ સાથે પણ જીભાજાેડી અને મારા મારી કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી અને આરોપી પાર્થ પટેલ નજીકના વિસ્તાર માં રહે છે ત્યારે સવાલ થઇ રહયા છે કે આરોપી પાર્થ પટેલ હોટેલ સુધી કઈ રીતે પોંચ્યો આ સહીત ના અને સવાલ વચ્ચે નરોડા પોલીસે તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts