અમરેલી

વલસાડ રાજ્ય કક્ષાની કવીઝ સ્પર્ધા દામનગર ના આંસોદર પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ઠ દેખાવ 

દામનગર તા.૦૨ વલસાડના કીલા પારડી ખાતે WWGC. WILD WISDOM  GLOBAL  CHALLANGE 2023 /2024 અને WWF ના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની કવીઝ  સ્પર્ધા નું આયોજન  કરવામા આવેલ,જેમા 21 શાળા પ્રાથમિક,માધ્યમિક અને અંગ્રેજી માધ્યમ ની શાળાએ ભાગીદારી નોંધાવેલ હતી.કવીઝનું માધ્યમ  અંગ્રેજી હતું.જેમા આંસોદર  પ્રાથમિક  શાળાએ ઉત્કૃષ્ઠ દેખાવ  કરી શાળા અને તાલુકા જિલ્લાનું ગૌરવ વધારેલ હતું.આ કવીઝ પહેલા શાળા કક્ષાએ ઓન લાઇન અને ઓફ લાઇન યોજાયેલ જેમા રાજ્ય  કક્ષાએ પસંદ થયેલા બે વિદ્યાર્થી નિલેશ ડાવરઅભય ચૌહાણ  અને માર્ગદર્શક સુરેશભાઈ  નાગલા આ સ્પર્ધા  મા જોડાયા હતા.

Related Posts