રાષ્ટ્રીય

ભારત અને નેપાળ ત્રણ ઊંડી અસર ધરાવતા સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્‌સ શરૂ કરવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ભારત અને નેપાળે ગુરુવારે ત્રણ ડીપ ઇમ્પેક્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્‌સ (ૐૈંઝ્રડ્ઢઁ) શરૂ કરવા માટે સમજૂતી કરાર (સ્ર્ેં) પર હસ્તાક્ષર કર્યા. આ ત્રણ પ્રોજેક્ટ નેપાળમાં શિક્ષણ, આરોગ્ય અને સંસ્કૃતિ ક્ષેત્રો સાથે સંબંધિત છે, જેની અંદાજિત કિંમત ૈંદ્ગઇ ૭૬૨ કરોડ છે. અહીં ભારતીય દૂતાવાસ અને નેપાળના ફેડરલ અફેર્સ એન્ડ જનરલ એડમિનિસ્ટ્રેશન મંત્રાલયે ત્રણ પ્રોજેક્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

આ પ્રોજેક્ટ્‌સને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ત્રણ પ્રોજેક્ટમાં પ્યુથાન જિલ્લાની ઐરાવતી ગ્રામીણ નગરપાલિકામાં ડાંગ-બાંગ માધ્યમિક શાળા માટે શાળા અને શયનગૃહની ઇમારતોનું નિર્માણ સામેલ છે. આ ઉપરાંત ખામલાલુંગ હેલ્થ પોસ્ટ બિલ્ડિંગનું બાંધકામ, તેરથુમ જિલ્લામાં અથરાઈ ગ્રામીણ નગરપાલિકા અને કાઠમંડુની ચંદ્રગિરી નગરપાલિકામાં ચંદન ભારતેશ્વર મહાદેવ મંદિરમાં બાંધકામ અને માળખાગત વિકાસના કામોનો પણ સમાવેશ થાય છે.

Related Posts