સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 324 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 83 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 14 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી. તેમજ જે દર્દીઓને ચશ્મા અને દવાઓ ની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. નેત્ર કેમ્પ ના યજમાન પદે ગો.વા. ચંદ્રકાન્ત રતિલાલ મહેતા હસ્તે નિમેષ ભાઈ ચંદ્રકાન્ત મહેતા (મુંબઈ) રહ્યા હતા.
સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો.


















Recent Comments