સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ડો. રુકસાનાબેન કુરેશીના માર્ગદર્શન નીચે એક પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોએ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવ્યા હતા. જેમ કે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ, હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ, મોડર્ન એન્ડ વિલેજ સિટી જેવા સાયન્સને લગતા પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે એસ.એમ.જી.કે. સંકુલના પ્રોફેસર શબીરભાઈ શેખ દ્વારા સેવા આપવામાં આવી હતી સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરનાર બહેનોને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી એલ ચાવડા તરફથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંયોજન ડો. રુકસાનાબહેન કુરેશીએ કર્યું હતું સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી
શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં પ્રોજેક્ટ સ્પર્ધા યોજાઈ.

Recent Comments