ગુજરાત

દૂધસાગર ડેરીએ દુધના ફેટના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કર્યોહવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ ૮૨૦ રૂપિયાનો ભાવ મળશે

નવા ફાઈનાન્શિયલ વર્ષ પહેલા જ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. દુધસાગર ડેરીએ દૂધના ભાવ કિલોફેટે ૮૧૦ થી વધારી ૮૨૦ રૂપિયા કર્યા છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે. ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોળીમાં મોટી ખુશખબરી આપી છે.

હજી ગત જુલાઈ મહિનામાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ ૧૦ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે એક વર્ષ બાદ ડેરીએ ફરીથી પશુપાલકો માટે ૧૦ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ ૮૨૦ રૂપિયાનો ભાવ મળશે. દૂધના ભાવમાં ૧૦ રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક ૪૨ કરોડ રૂપિયાનો ફાયદો થશે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં ૧૩ મી વખત વધારો પશુપાલકોને આપવામા આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા એટલે દૂધના ભાવ હતા ૬૫૦ રૂપિયા હતા, જે તબક્કા વાર વધારીને ૮૨૦ કરયા છે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં ૧૭૦ રૂપિયાનો વધારો થયો છે. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં ૧૭૦ રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક ૭૨૫ કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે.

Related Posts