fbpx
ગુજરાત

હત્યાના આરોપીઓ ગાંધીનગર કોર્ટમાં હથિયારો સાથે ઘુસપેઠ કરી ગયા

ગાંધીનગર કોર્ટ સંકુલમાં આજે હત્યાના ગુનાની મુદત ભરવા આવેલા મહિલા સહિતના છ આરોપીઓ ફરિયાદી અને સાક્ષીઓને ધાકધમકી આપવા માટે હથિયારો સાથે ઘૂસી ગયા હતા. જાેકે એક આરોપીના હાથમાંથી છરો પડી જતા ભાંડો ફૂટયો હતો અને સ્થાનિક પોલીસને બોલાવી લેવામાં આવતા આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી. ગાંધીનગર શહેર નજીક આવેલા ચાંદખેડામાં બે વર્ષ અગાઉ હત્યાનો ગુનો બન્યો હતો. જે અંગે ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે

અને આ ગુનાના આરોપીઓ અલગ અલગ સમયે જામીન ઉપર છૂટયા છે ત્યારે આ કેસની મુદત ભરવા માટે આજે આરોપીઓ આતુભાઈ રામાભાઈ પરમાર,નનુભાઈ રામાભાઈ પરમાર, મુકેશભાઇ નનુભાઈ પરમાર, બાલુભાઈ નનુભાઈ પરમાર, બકુભાઈ નાનુભાઈ પરમાર, હરેશ આતુભાઈ પરમાર અહીં આવ્યા હતા અને ફરિયાદી તેમજ સાક્ષીઓને ધમકી આપવા માટે છરા જેવા હથિયારો લઈને કોર્ટમાં આવી ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર ફરિયાદી અને સાક્ષીઓને હથિયારો બતાવી કહ્યું હતું કે, જાે અમારી વિરુદ્ધમાં જુબાની આપી તો આજે તમારો છેલ્લો દિવસ છે. આજે તમને જીવતા રહેવા નહીં દઈએ તેમજ મરચાની ભૂખી પણ લઈને આવ્યા હતા. જેથી ત્યાં હાજર પોલીસ જવાનોને આ ઘટનાની જાણ થતા જ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સેક્ટર ૭ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આ આરોપીઓને ઝડપી લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/