fbpx
અમરેલી

દામનગર શહેર માંથી ડિગ્રી વગર ક્લિનિક ધરાવતા બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગની લાલ આંખ

દામનગર શહેર માંથી ડિગ્રી વગર ક્લિનિક ધરાવતા બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગની લાલ આંલાઠી તાલુકાના દામનગર શહેર માંથી ડિગ્રી વગર ક્લિનિક ધરાવતા બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગની લાલ આંખજેમાં જાણવા મળતી માહિતી મુજબ દામનગર શહેર માં ડિગ્રી વગર ના ડોકટર દ્વારા માનવ જીદંગી સાથે ચેડા કરતા હોવાની ચોકકસ બાતમી મળતા અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશમિકાંત જોશી ના માર્ગદર્શન મુજબ લાઠી ના તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા અને આરોગ્ય  ટીમ દ્વારા દામનગર શહેર માંથી બોગસ તબીબ એલોપેથી દવાઓના જથ્થા સાથે ઝડપી પડાયો હતો. અમરેલી જીલ્લામા બોગસ તબીબોનો રાફડો ફાટયો છે ત્યારે ચોક્કસ બાતમીના આધારે દામનગર શહેર માં તપાસ હાથ ધરતાં પટેલ વાડી ની સામે ના વિસ્તાર માં ઓમ સાઈ ક્લિનિક નામ થી  આરિફભાઈ સૈયદ નામનો શખ્સ મેડિકલ કાઉન્સલીંગનું કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન, ડીગ્રી કે લાયકાત વગર છેલ્લા ઘણા ટાઈમથી દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરી માનવ જીંદગીને જોખમમાં મુકતા હોવાનુ જણાઈ આવેલ તેમજ ટીમને સર્ચ ઓપરેશન દરમીયાન અહીંથી એલોપેથિક દવાઓ, શિડયુલ એચ ડ્રગ,સ્ટેથોસ્કોપ, બીપી મશીન, ઈન્જેક્શનો સહિતની દવાઓ અને સાધનો જોવા મળેલ જે કાયદાકીય રીતે ડિગ્રીધારી તબીબ જ રાખી શકે ઉપરાંત ક્લિનિક પર તપાસ દરમિયાન બાયોમેડિકલ વેસ્ટના નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી કે ફાયર સેફટીના કોઈ સાધનો જોવા મળેલ નહિ.એલોપેથીક સારવારને લગતી કોઈ પણ પ્રકારની સરકાર માન્ય ડિગ્રી ના જણાતા અને પોતે જાણતા હોવા છતા દર્દીઓને સારવાર આપી માનવ જિંદગી સાથે ચેડા કરતા હોવાનુ જણાતા તેમની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી ડો. આર આર મકવાણા, ઝરખીયા ના ડો. શીતલ રાઠોડ, ફરમાસિસ્ટ પ્રતીક સેજપલ, પો. કો. પ્રકાશભાઈ ડેરીવાળીયા અને ટીમ દ્વારા હાથ ધરેલ તેમજ આગળની કાર્યવાહી દામનગર પી.એસ.આઈ. દ્વારા કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/