દેશના વીરસપૂત શ્રી સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના ઉપલક્ષમાં અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લા પોલીસ પરેડ મેદાન ખાતેથી ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલે લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.અમરેલીના પોલીસ પરેડ મેદાનથી સેન્ટર પોઇન્ટ ચાર રસ્તા, નાગનાથ ચોક, રાજકમલ ચોક થઈ અને પરત સેન્ટરપોઇન્ટ સર્કલ ખાતે રન ફોર યુનિટીનું સમાપન થયું હતું. દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. દોડમાં પોલીસ હેડક્વાર્ટરનો સ્ટાફ, જી.આર.ડી. જવાનો, હોમગાર્ડના જવાનો, અમરેલીના રમતવીરો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય એકતા દિવસ: અમરેલી શહેરમાં ઉત્સાહભેર રન ફોર યુનિટી સંપન્ન

Recent Comments