fbpx
અમરેલી

અસલી- નકલીની માયાજાળમાં ગુજરાતના લોકોને ફસાવતી ભાજપ સરકાર- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર રાજ કરે છે અને આ ભાજપના રાજમાં ગુજરાતના લોકો અસલી- નકલીની માયાજાળમાં ફસાઈ ગયા છે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં કયા સરકારી અધિકારી કે સરકારી કર્મચારી કે સરકારી કચેરી અસલી છે કે નકલી તે કહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, આજે સમગ્ર ગુજરાતમાં ભાજપના શાસકો તથા નેતાઓ બેફામ રીતે હપ્તાઓની વસૂલી કરતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં નકલીનું સામ્રાજ્ય ફેલાણું છે, જેનો ભોગ ગુજરાતની નિર્દોષ જનતા બની રહી છે, ભાજપના રાજમાં ગુજરાત રાજ્યમાં નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી કસ્ટમ અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર, નકલી CBI અધિકારી, નકલી PSI, નકલી PI, નકલી ED અધિકારી, નકલી NIA અધિકારી, નકલી કલેક્ટર, નકલી IAS અધિકારી, નકલી IB અધિકારી, નકલી જજ, નકલી આર્મી કેપ્ટન, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું, વગેરે પકડાઈ ચૂક્યા છે, છતાં પણ ભાજપના શાસકોની આંખ ખુલતી નથી અને કોઈ કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવતી નથી, તાજેતરમાં જ અમરેલી શહેરમાં નકલી પોલીસ કોન્સ્ટેબલને અસલી LCB પોલીસે ઝડપી પાડ્યો હતો, જો મોટા શહેરો તથા નાના શહેરોમાં નકલી સરકારી અધિકારી કે સરકારી કર્મચારીઓ પકડાતા હોય તો ગુજરાતના ગામડાઓની સ્થિતિ શું હશે? આજે ગુજરાતના ગામડાઓમાં સરકારી કર્મચારીઓ કે સરકારી અધિકારીઓ કામ કરી રહ્યા છે તેમાં અસલી કોણ છે? અને નકલી કોણ છે? તેની ઓળખ ગામડાના ભોળા માણસો કઈ રીતે કરી શકે? આમ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતની ભોળી જનતાને અસલી- નકલીની માયાજાળમાં ફસાવવાનું કામ કરી રહી છે.

Follow Me:

Related Posts