અમરેલી

અમરેલી નગરપાલિકા હસ્તકના રૂ. ૩.૮૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું તા. ૦૯ જૂને ખાતમુહૂર્ત

અમરેલી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવાના હેતુથી અમરેલી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન તા. ૦૯ જૂન૨૦૨૬ (મંગળવાર) ના રોજ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.

કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે પોલીસ હેડક્વાર્ટર્સઅમરેલી ખાતે યોજાનાર છે. અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને આધુનિક માળખાગત વિકાસને પ્રાધાન્ય આપતાં કુલ રૂ. ૩૮૫.૪૮ લાખના વિકાસ પ્રકલ્પો અમલમાં મુકવામાં આવનાર છે.

આ પ્રસંગે અમરેલી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી કુલ ૨૧ આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ દિવાલના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉપરાંતશહેરના

પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ રમતગમત સંકુલમાં બેડમિન્ટન કોર્ટ (ઇન્ડોર ડોમ)પીકલ બૉલ કોર્ટટેનિસ કોર્ટબોક્સ ક્રિકેટ કોર્ટક્રિકેટ પિચ અને વોલીબોલ કોર્ટ જેવી આધુનિક રમતગમત સુવિધાઓના વિકાસકાર્યોનો પણ પ્રારંભ કરાવવામાં આવશે. તદુપરાંતજેશિંગપરા વિસ્તારના સલાટ વિસ્તારને જોડતા માર્ગ પર કલ્વર્ટના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશેજેના માટે અંદાજિત રૂ. ૨૪.૫૮ લાખનો ખર્ચ કરવામાં આવશે.

આ વિકાસકાર્યો પૂર્ણ થતાં શહેરમાં શિક્ષણબાળ કલ્યાણરમતગમત અને માર્ગ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તેમજ નાગરિકોને વધુ સુવિધાસભર માળખાગત સેવાઓ ઉપલબ્ધ બનશે. અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે હાથ ધરવામાં આવતી વિવિધ પહેલોમાં આ પ્રકલ્પો મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. અમરેલીના આગેવાનોજનપ્રતિનિધિઓનગરપાલિકાના પદાધિકારીઓઅધિકારીઓ તથા નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગપાલિકાઅમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts