વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં ૧૨ વર્ષના સુશાસન પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જનકલ્યાણના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રગતિપથ યાત્રા દ્વારા મહાનુભાવો જિલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધાર્મિક, પ્રવાસન અને સામાજિક સ્થળોની મુલાકાત કરશે અને અમરેલી જિલ્લાની વિકાસયાત્રાના સાક્ષી બનશે.
આ વિકાસયાત્રા માટે સૂચિત સ્થળોમાં અમરેલીનું સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ ભૂરખિયા હનુમાન, કલાપી મ્યુઝિયમ, એપીએમસી અમરેલી, અટલ સરોવર સાવરકુંડલા, મારુતિધામ તળાવ રાજુલા, વાદળિયા એમ.આઇ.એસ ખાંભા, ધારી વિશ્રામગૃહ, ધારી ખોડિયાર મંદિર તેમજ ડેમ, આંબરડી સફારી પાર્ક, અમરેલી રાજમહેલ અને ટાવર ઉપરાંતના સૂચિત સ્થળોનો સમાવેશ થશે.
આ પ્રગતિપથયાત્રામાં રાજ્યસરકારના મંત્રીશ્રીઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો જોડાશે. બે તબક્કામાં યોજાનારી યાત્રાના બીજા તબક્કામાં જિલ્લાના પ્રબુદ્ધજનો, સંતો, નાગરિકો અને વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. આ યાત્રાની તારીખો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.











Recent Comments