fbpx
અમરેલી

જિલ્લામાં તા.૩ જાન્યુઆરી સુધી સભા સરઘસ અને હથિયારબંધી

અમરેલી તા.૧૨ ડિસેમ્બર, ૨૦૨૪ (શુક્રવાર) જિલ્લામાં આગામી દિવસોમાં ખ્રિસ્તી તહેવારની ઉજવણી થશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, આ જાહેરનામું તા.૩ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી અમલી રહેશે.

જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ કે ઇજા પહોંચાડવામાં ઉપયોગી હોય તેવી ચીજવસ્તુ, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. સભા-સરઘસ હથિયારબંધી રહેશે.

જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે.

Follow Me:

Related Posts