એક ફેડરલ જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર અસ્થાયી રૂપે રોક લગાવીઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે, એક ફેડરલ જજે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. જેમાં માતાપિતાના ઇમિગ્રેશન દરજ્જાને ધ્યાનમાં લીધા વિના અમેરિકાના જન્મજાત નાગરિકત્વની બંધારણીય ગેરન્ટીનો અંત કર્યો હતો.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જાેન સી. કફનૌરે વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન રાજ્યો દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમામાં આ ચુકાદો આપ્યો હતો જેમાં દલીલ કરવામાં આવી હતી કે ૧૪મો સુધારો અને સુપ્રીમ કોર્ટના ર્નિણયો જન્મજાત નાગરિકત્વ સુનિશ્ચિત કરે છે.
ટ્રમ્પે તેમના શપથ ગ્રહણના દિવસે જ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, અને તે ૨૦ ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. એક કેસમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિના આદેશથી યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા લાખો લોકોને અસર થઈ શકે છે. ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાગરિક ના હોય તેવા લોકોના બાળકોને અમેરિકન નાગરિકતા મળી શકતી નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે ૧૮૯૮માં વોંગ કિમ આર્કના કેસમાં ચુકાદો આપ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા લોકો નાગરિક છે, ભલે તેમના માતાપિતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હોય.
સિએટલમાં દાખલ કરાયેલા ચાર રાજ્યોના કેસ અનુસાર, ૨૦૨૨માં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતી માતાઓથી લગભગ ૨૫૫,૦૦૦ બાળકોનો જન્મ થયો હતો. જ્યારે ૧,૫૩,૦૦૦ બાળકો એવા જન્મ્યા જેમના માતાપિતા બંને ગેરકાયદેસર રીતે રહેતા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ લગભગ ૩૦ દેશોમાંનો એક છે જ્યાં જન્મજાત નાગરિકતાનો સિદ્ધાંત લાગુ પડે છે. આમાં કેનેડા અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે.
મુકદ્દમામાં દલીલ કરવામાં આવી છે કે યુએસ બંધારણનો ૧૪મો સુધારો યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા લોકોને નાગરિકત્વની ગેરન્ટી આપે છે. ગૃહયુદ્ધ પછી ૧૮૬૮માં મંજૂર કરાયેલ આ સુધારો જણાવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા અથવા પ્રાકૃતિક રીતે વસેલા (નેચરલાઈઝ્ડ) વ્યક્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને તે રાજ્યના નાગરિક છે જ્યાં તેઓ રહે છે.
Recent Comments