મુંબઈની એક કોર્ટ દ્વારા મુંબઈ પોલીસને બોલીવુડ ફિલ્મમેકર એકતા કપૂરની એક વેબ સીરિઝમાં સૈનિકોના અપમાનના કેસમાં સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઝ્રઝ્રઁ ની કલમ ૨૦૨ હેઠળ એકતા કપૂર વિરુદ્ધની આ ફરિયાદમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે ૯ મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ ફોજદારી કેસની તપાસ કરી શકે છે અથવા પોલીસને તેમ કરવાનો નિર્દેશ આપી શકે છે. આ ફરિયાદ યુટ્યુબર વિકાસ પાઠક ઉર્ફે ‘હિન્દુસ્તાની ભાઉ’ એ એકતા કપૂર વિરુદ્ધ નોંધાવી હતી.
વિકાસે ફરિયાદમાં એકતા કપૂર તેમજ તેના ર્ં્્ પ્લેટફોર્મ છન્ બાલાજી અને તેના માતાપિતા શોભા અને જીતેન્દ્ર કપૂરનું પણ નામ લીધું છે. વિકાસના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદ અનુસાર છન્ બાલાજી વેબ સિરીઝના એક એપિસોડમાં એક યુવકને ભારતીય સેનાના યુનિફોર્મમાં આપત્તિજનક અયોગ્ય હરકતો કરતો દર્શાવાયો છે જે સૈનિકની ગરિમાની વિરુદ્ધ છે. ફરિયાદમાં જણાવાયું છે કે વિકાસ પાઠક ઉર્ફે ‘હિન્દુસ્તાની ભાઉ’ ને મે ૨૦૨૦ માં આ વાતની ખબર પડી. જે બાદ તેણે ફરિયાદ નોંધાવી હતી.
વિકાસની ફરિયાદ મુજબ ર્ં્્ પ્લેટફોર્મ છન્ બાલાજીમાં પ્રસારિત થતાં એક વેબ શોમાં એક એપિસોડના એક સીનમાં એક યુવકને ભારતીય સૈન્યનો યુનિફોર્મ અને સૈન્યના પ્રતિક બતાવીને તેને ગેરકાયદેસર જાતીય કૃત્ય કરતો બતાવાયો છે જે ખૂબ નિમ્ન કક્ષાનું છે અને તેમ ભરતોય સૈન્યના યુનિફોર્મની ગરિમાને ઠેસ પહોંચે છે. જાે કે આ પહેલી વાર નથી જ્યારે છન્ બાલાજી પર પ્રશ્નો ઉભા થયા હોય. આ પહેલા પણ સોશિયલ મીડિયા અને અન્ય લોકોએ બાલાજી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. જાેકે ‘હિન્દુસ્તાની ભાઉ’ આ મામલો કોર્ટમાં ખેંચી ગયા હતા.
Recent Comments