ગુજરાત

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત છ્જીએ વધુ ૧૬ હથિયાર ધારકોની ધરપકડ કરી

મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડમાં ગુજરાત છ્જીએ વધુ ૧૬ હથિયાર ધારકોની ધરપકડ કરી છે,જેમા અમદાવાદ, સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે,૧૬ જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરાયા છે જેમા સમગ્ર કૌભાંડમાં ૧૦૮ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે,અગાઉ એટીએસના અધિકારીઓ દ્વારા ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે, ખોટી રીતે લાયસન્સ મેળવીને હથિયાર મેળવનાર ૧૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, અમદાવાદ, સુરત, બોટાદામાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે, અનિલ રાવલ, અર્જન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની પોલીસે ધરપકડ કરી છે. ખોટી રીતે અને ખોટા ડોકયુમેન્ટના આધારે ફેક લાયસન્સ બનાવવામાં આવ્યા હતા.આ તમામ હથિયારો નાગાલેન્ડથી મંગાવવામાં આવતા હતા અત્યાર સુધી કુલ ૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ કૌંભાડ ફકત ગુજરાત પુરૂતું નહી પરંતુ ભારતના અન્ય જીલ્લાઓ સુધી ફેલાયેલું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.
ગુજરાત એટીએસ દ્વારા નકલી લાઇસન્સ બનાવી આપનાર ગેંગના કુલ ૭ આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસે થી ૬ હથિયાર અને ૧૩૫ રાઉન્ડ પણ કબ્જે કરવામાં આવ્યા હતા,આરોપીઓ હરિયાણાના સોકતઅલી છોટુ ખાન,ફારુખ અલી અને આસીફ નામના આરોપીઓ હરિયાણામાં ગન શોપ ધરાવે છે અને જે લોકો નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાઇસન્સ બનાવીને પોતાની ની દુકાનથી હથિયારનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત છ્જીએ વધુ ૧૬ હથિયાર ધારકોની ધરપકડ કરી

Related Posts