અમરેલી

શાખપુર P.A.C માં પૂરતા સ્ટાફ ની ભરતી ની સાંસદ સમક્ષ સરપંચ ની માંગ

દામનગર ના શાખપુર P.A.C માં પૂરતા સ્ટાફ ની ભરતી ની સાંસદ સમક્ષ સરપંચ ની માંગ લાઠી તાલુકાના શાખપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જી એસ ઓ અને એફ એસ ડબલ્યુ ની જગ્યા ખાલી હોય હાલ અમરેલી જિલ્લાનું સરહદનું છેવાડા નું ગામ શાખપુર હોય જેથી પ્રાથમિક સારવાર માટે ભારે મુશ્કેલી પડી રહી છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં એમ પી એસ ડબલ્યુ નો સ્ટાફ એક જ હોય જેથી શાખપુર ગામ અને આજુબાજુના ગામના લોકો અને ખેત મજૂરોને ભારે મુશ્કેલી પડી રહી છે જેથી અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા ને પત્ર પાઠવીને શાખપુર સરપંચ  જશુભાઈ ખુમાણ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાખપુરમાં ઘટતો સ્ટાફ ની જગ્યા ભરવા રજૂઆત કરી છે                           

Related Posts