અમરેલી

દામનગર પાલિકા તંત્ર ની રસ્તા રિપેરિંગ માં બેદરકારી એ પગપાળા ચાલી જતી શ્રમિક મહિલા અસ્તિભંગ બની

દામનગર શહેર ના મફત પ્લોટ ઠાંસા રોડ ઉપર બેઠા કોઝવે માં ચાલતા પાણી માં ચાલી ની પસાર થતી શ્રમિક મહિલા ખાડા માં પગ પડતા પડી જતા અસ્તિ ભંગ બની વારંવાર અખબારી અહેવાલો રજુઆતો પછી મફત પ્લોટ જતા રસ્તા ના ખાડા પૂરવા ની તંત્ર એ દરકાર ન લેતા રોજ અકસ્માત સામાન્ય બની રહ્યું છે બેઠા કોઝવે ઉપર વરસાદી પાણી ચાલી જતી હોય શેવાળ અને ભયંકર ખાડા ઓ વાહન અસ્કમાત તો બને પણ પગપાળા જતા આવા શ્રમિકો પણ ભોગ બની રહ્યા છે ત્યારે બેફામ ખર્ચ કરી આંતરિક રસ્તા ઓનાં કપડા જેમ પેવર બ્લોક રસ્તા ઓનું ધ્યાન આપતા તંત્ર એ પછાત વસાહત માં પણ ધ્યાન આપવું જોઈ એ રોડ ઉપર જૂના કપડાં વેચતા શ્રમિક પરિવાર ની મહિલા પગપાળા ચાલી ની જતા રસ્તા ના ખાડા માં પગ પડી જતા અસ્તિ ભંગ બની એકબાજુ તહેવારો નો સમય પણ દવાખાના માં વિતાવવા મજબૂર શ્રમિક પરિવાર ખર્ચ અને પીડા બને તંત્ર ની ધોર બેદરકારી એ ભોગવી રહી છે વારંવાર અખબારી અહેવાલો પછી પણ તંત્ર દરકાર લેતું નથી અને આવા લાચાર પરિવાર અકસ્માતે ગંભીર ઇજા ઓ પામી રહ્યા છે

Related Posts