અમરેલી

સાવરકુંડલાના  બાઢડા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત પોષણ અને શિક્ષણ કેન્દ્રિત વિશેષ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલાના બાઢડા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત  ‘ પોષણશિક્ષણ અને સર્વાંગી વિકાસ‘ ને કેન્દ્રમાં રાખીને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર અને સાવરકુંડલાના આઈ.સી.ડી.એસ વિભાગના સંકલનથી આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રોની બહેનોએ ટી.એચ.આર. અને મીલેટ્સમાંથી બનાવેલી પૌષ્ટિક અને નવીન વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોના પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરતી શૈક્ષણિક સામગ્રીચાર્ટ્સ અને મોડેલ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે મહાનુભાવોએ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળ પોષણસ્ત્રી સશક્તિકરણ અને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતા કાર્યોની પ્રશંસા કરી તથા સમાજના સર્વાંગી વિકાસ માટે સૌને સહયોગ આપવા અનુરોધ કર્યો.

વાનગી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક જોડાયેલા આંગણવાડી કાર્યકર બહેનોને સ્પર્ધા અંતે શ્રેષ્ઠ વાનગીઓ બનાવનાર બહેનોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આંગણવાડીની બહેનો દ્વારા વિકાસ સપ્તાહને અનુરૂપ રંગોળી બનાવી હતીજેને પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન માટે મહાનુભાવો દ્વારા સાવરકુંડલા આઈ.ડી.ડી.એસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રીમામલતદારશ્રીતાલુકા વિકાસ અધિકારીશ્રી  સહિતના પદાધિકારી – અધિકારી ઉપરાંત તાલુકા તથા શહેરના વિવિધ આંગણવાડી કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

Related Posts