અમરેલી

રાજુલામાં ૧૧૨ – જન રક્ષક ટીમની ઉતમ કામગીરી

અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાંથી ૧૩ વર્ષનો અણસમજુ બાળક પોતાના ઘરે જાણ કર્યા વગર રાજુલાથી એસ.ટી.બસમાં સાવરકુંડલા આવવા માટે નીકળી ગયો તે સમયે એસ.ટી.બસમાં ફરજ બજાવતા મહિલા કંડકટરે ૧૧૨નો સંપર્ક કરતા, બાઢડા મુકામે ફરજ પર રહેલી ૧૧૨ની ટીમને જાણ થતા તરતજ ત્યાંથી નીકળીને રસ્તા વચ્ચે બસને ઉભી રખાવીને તે બાળકને બસમાંથી ઉતારીને સાવરકુંડલા રૂરલ પો.સ્ટેશન લઇ ગયા અને ત્યાં જઈને બાળકને પૂછપરછ કરતા તે બાળકના માં-બાપ હયાત ન હોય અને તે તેના મોટા પપ્પા અને મોટા મમ્મી સાથે રહે છે. પછી ૧૧૨ની ટીમ તુરતજ રાજુલા જવા રવાના થઇ અને ત્યાં જઈને ૧૧૨માં ફરજ બજાવતાં પાયલટ :- નિખીલભાઈ કાંતિભાઈ પરમાર, કોન્સ્ટેબલ:- વનરાજભાઈ ગભાભાઈ પસવાળા દ્વારા તે બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. આવી ઉતમ કામગીરી માટે ૧૧૨ – જન રક્ષકની ટીમને ધન્યવાદ પાઠવીએ છીએ.

Related Posts