ભાવનગર

શિશુવિહાર બુધસભાની 2371 મી બેઠક ચેતના ગોહેલના સંચાલન હેઠળ યોજાય

ભાવનગર શિશુવિહાર બુધસભાની 2371મી બેઠક તારીખ 24/12/2025 ના રોજ ચેતના ગોહેલના સંચાલન હેઠળ  યોજાઈ. વાર્ષિક સમાપન સમારોહ સંદર્ભે ડૉ. માનસીબહેન ત્રિવેદીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. ત્યારબાદ  અધ્યક્ષ સ્થાને બિરાજમાન શ્રી વિનોદ જોશીના હસ્તે પુરોગામી અને અનુગામી સંચાલકોનું અભિવાદન કરવામાં આવ્યું. પ્રસંગને અનુરૂપ  વક્તવ્ય અને  સાહિત્ય ક્ષેત્રે ભવિષ્યમાં શું સુધારા કરી શકાય, એ વાતો  શ્રી વિનોદ જોશીના વક્તવ્યમાં જાણવા મળી. ત્યારબાદ દીપિકા બેન યાદવ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આજની બુધસભામાં આશરે 30 જેટલા સભ્યો હાજર રહ્યા.

Related Posts