ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની આઈ.ટી.આઈ.ખાતે ઘોઘા આઇ.સી.ડી.એસ.ઘટક કચેરી તેમજ મહિલા
અને બાળ અધિકારીની કચેરીના સયુંક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો ‘કિશોરી મેળો’ યોજાયો હતો.
આ પ્રસંગે સી.ડી.પી.ઓ.શ્રી માધુરીબેન ડોડીયાએ કિશોરી મેળાનું મહત્વ,આંગણવાડી કેન્દ્ર ખાતેથી આપવામાં
આવતા THR પેકેટ, બિન-પોષણ ઘટકમાં વિવિધ જાહેર સ્થળોની મુલાકાતની જાણકારી આપી હતી. મિશન કો-
ઓર્ડિનેટર શ્રી સંજયભાઈએ બાલિકા પંચાયતની રચના,કામગીરી તેમજ વ્હાલી દિકરી યોજના અંગે માહિતીગાર કર્યો
હતાં.
શ્રી અજયભાઈએ મહિલા બાળ વિકાસની વિવિધ યોજના, સાયબર સેફટી, OSC, PBSC સેન્ટર વિશે તેમજ
RBKS ટીમના મેડિકલ ઓફિસર શ્રી દિયાબેને કિશોરીઓને આરોગ્યમાં માસીક સ્વછતા બાબતે અને પોષણની માહિતી
આપી હતી.આઈ.ટી.આઈના હિતેશભાઈએ આઈ.ટી.આઈ.માં ચાલતા વિવિધ ટ્રેડ અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે ITI નો કોર્સ કરી પોતાનો બિઝનેસ શરૂ કરેલ કિશોરીઓને સન્માનિત કરાયાં હતાં.કાર્યક્રમના સ્થળે
પૂર્ણા શક્તિના THR પેકેટ્સ માંથી બનતી વાનગીનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. દરેક કિશોરીઓને
હિમોગ્લોબીનની તપાસ કરી હતી.તેમજ કિશોરીઓને મેન્સ્ટુઅલ હાઇજીન કીટ પણ આપવામાં આવી હતી.
પૂર્ણા યોજના અને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત યોજાયેલા કિશોરી મેળામાં સુપરવાઇઝરશ્રી
મીનાબેન, હસ્તીબેન, આંકડામદદનીશ સુશ્રી ઉર્મિલાબેન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ડીસ્ટ્રીક્ટ હબ ફોર
એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના મિશન કો-ઓર્ડિનેટરશ્રી સંજયભાઈ, જેન્ડર સ્પેશ્યાલીસ્ટ અજયભાઈ,
આંગણવાડી વર્કર બહેનો સહિત મોટી સંખ્યામાં કિશોરી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.


















Recent Comments