અમરેલી

અમરેલી જિલ્લામાં આવેલા બક્ષીપુર ગામમાં રહેતા રહીશોની સમસ્યાને મુદ્દે ભાજપથી ત્રાહિમામ જનતા વિસાવદરવાળી કરવાના મૂડમાં

AAP નેતા જે.ડી. કથીરિયાની આગેવાનીમાં TDO સમક્ષ ઉગ્ર રજૂઆત*

*ગટર, રોડ અને સ્ટ્રીટલાઈટ મુદ્દે AAP નેતાઓએ ટીડીઓને આવેદનપત્ર આપ્યું*

*બક્ષીપુર ગામે વર્ષોથી સમસ્યાઓ યથાવત, મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી પણ  સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નહીં: જે.ડી. કથીરિયા AAP*

*15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલન કરીશું: જે.ડી. કથીરિયા AAP*

અમરેલી જિલ્લામાં આવેલા બક્ષીપુર ગામમાં રહેતા રહીશોની સમસ્યાને મુદ્દે ભાજપથી ત્રાહિમામ જનતા વિસાવદરવાળી કરવાના મૂડમાં છે. આ વિસ્તારમાં ખૂબ મોટાપાયે ગટરો અને જે કંઈ કામ થયા છે એમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે, આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થળ તપાસ કરી અને માહિતી મેળવી. ત્યારબાદ કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી નેતા જે.ડી. કથીરિયા (ગામ ચાપાથળ) અને હરેશભાઈ માધડ તેમજ સ્થાનિક આગેવાન કિરણભાઈ ગોહિલ, બિમલભાઈ લાઠીયા, ધ્રુવેશ ગોંડલીયા તેમજ મિલન સોરઠીયા અને અન્ય ગ્રામજનોએ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

આ મુદ્દે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી નેતા જે.ડી. કથીરિયાએ જણાવ્યું હતું કે, બક્ષીપુર ગામમાં ઘણા વખતથી ગટર, રોડ રસ્તા અને સ્ટ્રીટલાઈટ સહિત અનેક સમસ્યાઓ છે, ગ્રામજનો દ્વારા મામલતદાર, ટીડીઓ, ડીડીઓ અને કલેક્ટર સુધી રજૂઆતો કરી અને ત્યારબાદ મુખ્યમંત્રી સુધી પણ આ સમસ્યાઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ સમસ્યાઓને ધ્યાને લીધી નહીં. ગટર, રોડ રસ્તા અને સ્ટ્રીટલાઈટની બક્ષીપુર ગામમાં મુખ્ય સમસ્યા છે, તો આજે અમે આ મુદ્દે ટીડીઓને મળ્યા છીએ અને ઉગ્ર રજૂઆત કરી છે. જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો અમે 15 દિવસની અંદર ગ્રામજનોની સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું.

Related Posts